મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપરમાં છત ઉપરથી પડતુ મુકેલ મહિલાને અમદાવાદ ખસેડાઇ


SHARE











મોરબીના ત્રાજપરમાં છત ઉપરથી પડતુ મુકેલ મહિલાને અમદાવાદ ખસેડાઇ

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારમાં રહેતી વિધવા મહિલાએ પોતાના ઘરની અગાસી ઉપરથી નીચે પડતુ મૂકયુ હતુ જેથી કરીને પગના ભાગે ગંભીર ઇજાઓ સાથે તેણીને મોરબી બાદ રાજકોટ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સામાકાંઠે આવેલા ત્રાજપર વિસ્તારમાં રહેતા કાજલબેન વેરસીભાઈ સનુરા જાતે કોળી નામની ૨૦ વર્ષીય મહિલાએ તેના ઘરની અગાસી ઉપરથી નીચે પડતું મૂકી દીધું હતું જેથી કરીને પગની પાનીના ભાગે ગંભીર ઇજાઓ સાથે તેણીને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવી હતી ત્યાંથી કાજલબેનને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે અને સીટી બી ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ આર.એમ.ઝાલા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મહિલા સારવારમાં

મોરબીના રવાપર-ઘુનડા રોડ પર ભરડીયાની પાસે આવેલ વેલાભાઈ પટેલની વાડીએ રહીને મજૂરીકામ કરતા નંદાબેન રમેશભાઈ કોળી નામની ૪૦ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.યુ.ગોહિલે તપાસ હાથ ધરી છે. જ્યારે વાહન અકસ્માત સર્જાતા ભરતભાઈ ચંપકલાલ મણિયારને ઇજાઓ થતાં સારવાર માટે લઈ જવાયા હતા બાઇક સ્લીપ થવાના બનાવ ભરતભાઈને ઇજાઓ થતાં તેમને સારવાર માટે ખસેડાયા હોવાનું જાણવા મળે છે.જયારે મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામે રહેતા રમણીકભાઈ મૂળજીભાઈ સાવરીયા નામના ૨૫ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ખેરડા ગામે નિશાળ નજીક રહેતી ભીખીબેન તડવી નામની ૪૬ વર્ષીય મહિલા ઈસનપુરથી હળવદ જતી હતી ત્યારે વેગડવાવ નદી પાસે પેટ્રોલપંપ નજીક તેમના બાઇકની આડે કુતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ મારી જવાનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થવાથી ભીખીબેન તડવી નામની મહિલાને સારવારમાં સિવિલે ખસેડાઇ હતી.જ્યારે મોરબીના ન્યુ ચંદ્રનગર મૂનનગર ચોક પાસે રહેતા રાજેશભાઈ ભગવાનદાસ નિમાવત નામના ૮૦ વર્ષિય વૃદ્ધ બાઇક લઇને જતા હતા ત્યારે પંચાસર રોડ ઉપર તેમના બાઇકની આડે અચાનક ગાય આડી ઉતરતા બાઈક પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા રાજેશભાઈ નિમાવતને પણ સારવારમાં ખસેડાયા હતા.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News