મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી સગીરાનુ અપહરણ


SHARE







મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી સગીરાનુ અપહરણ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપરણ કરી જવામાં આવેલ હોય ભોગ બનનાર પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા હાલમાં પોલીસ દ્વારા બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.વધુમાં બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે રવિ વિનોદ પરમાર રહે.ભડીયાદ કાંટા પાસે હરિઓમ સોસાયટી માહી એપાર્ટમેન્ટ મોરબી-૨ નામનો ઇસમ અપહરણ કરી ગયો હોય ભોગ બનનાર સગીરાની માતા દ્વારા આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા હાલમાં પીઆઇ દેકાવાડીયા દ્વારા રવિ પરમાર સામે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ભોગ બનેલ સગીરાની ભાળ મેળવવા માટે પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના સરવડ ગામે રહેતા થોભણભાઈ વાઘજીભાઈ નામના ૬૦ વર્ષના વૃદ્ધે તેમના ઘરે છતની એંગલ સાથે ગળેટુંપો ખાતા તેઓને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે થોભણભાઈની માનસિક રોગની દવા ચાલુ છે અને દરમિયાનમાં તેઓએ ઉપરોક્ત પગલું ભરી લેતા સારવારમાં મોરબી ખસેડાયા હતા.જેથી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા તથા રાયટર સંજયભાઈ દ્વારા આ અંગે તપાસ કરી બનાવની વધુ તપાસ અર્થે માળિયા પોલીસ સ્ટેશનને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીમાં ઉમા રેસીડેન્સી પાછળ આઈટીઆઈ કોલેજ નજીક રહેતા રમેશભાઈ જલુભાઈ દેલવાડીયા નામનો ૩૮ વર્ષનો યુવાન બાઈક લઈને લીલાપર રોડ ઉપરથી જતો હતો ત્યારે ત્યાં ગૌશાળાની પાસે બાઈકની આડે અચાનક ગાય આડી ઉતરતા ઈજાઓ થતા રમેશભાઈને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે રાજકોટના ગોંડલ તાલુકાના ખરેડા ગામે રહેતા ભાવનાબેન રણજીતભાઈ ચાડમીયા નામની ૩૫ વર્ષની મહિલાને મોરબીના કંડલા હાઇવે ઉપર દલવાડી સર્કલ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે અહીની હોસ્પીટલે ખસેડાયા હતા.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના અંબિકા રોડ ઉપર આવેલ ન્યુ રેલ્વે કોલોની વિસ્તારમાં રહેતા ગીતાબેન રાજેશભાઈ કોટેચા નામની ૩૫ વર્ષેની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે ફિનાઇલ પી લેતા સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના વાવડી રોડ ઉપર રહેતા ફરીદાબેન હબીબભાઈ રાઉમા નામના ૪૦ વર્ષેીય મહિલા બાઇકમાં જતા હતા ત્યારે રસ્તામાં રોડનું કામ ચાલુ હોય તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત થયેલા ફરીદાબેનને પણ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.






Latest News