મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદ-વ્યાજ સહીત વળતર આપવાનો હુકમ


SHARE







મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદ-વ્યાજ સહીત વળતર આપવાનો હુકમ

મોરબીની કોર્ટે ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે અને વ્યાજ સહીત વળતર આપવાનો હુકમ કર્યો છે

મો૨બીની કોર્ટમાં ચાલી ગયેલા હકિક્ત એવી હતી કે ફરીયાદી ૨મેશભાઈ વિઠલભાઈ કાસુન્દ્રા જે સપના માર્કેટીંગના ઓથોરાઈઝડ છે જેઓને આરોપી સોનુભાઈ બીજમોહનભાઈ ચોરસીયાએ જય મોગલ સીરામીક એન્ડ હાર્ડવેરના ઓથોરાઈઝડ સાથે ધંધાકીય સબંધ હોય આરોપીએ સપના માર્કેટીંગ" પાસેથી ઉધારમાં ગ્લેઝ ટાઈલ્સની ખરીદી કરેલ હતી જે ઉધાર માલની લેણી રકમ પેટે આરોપી સોનુભાઈ બીજમોહનભાઈ ચોરસીયાએ જય મોગલ સીરામીક એન્ડ હર્ડવેરના ઓથોરાઈઝડ દ૨જે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાનો ચેક સહી કરીને ફરીયાદીને ઉધાર માલની લેણી રકમ પેટે આપ્યો હતો જે ચેક બેન્કમાં રજુ કરતા "ફંડ ઈન્સીફીસયન્ટ" ના લીધે રિટર્ન થયો હતો જેથી ફરીયાદીએ તેઓની લેણી રકમ માટે આરોપીને લીગલ નોટીસ આપેલ હતી તેમ છતા આરોપીએ ફરીયાદીની કાયદેસરની લેણી રકમ પરત નહી આપતા ફરીયાદીએ મોરબીની કોર્ટમાં આરોપી વીરૂધ્ધ નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ફરીયાદ કરી હતી અને ફરીયાદી તરફે એડવોકેટ અમીત વી. ડાભી તથા એસ.ટી. પટેલ રોકાયેલ હતા આ કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીને એક વર્ષની સાદી કેદ તથા વ્યાજ સહીત વળતર આપવાનો હુકમ કરવામાં આવેલ છે 






Latest News