મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ-શિક્ષકોએ જરૂરિયાતમંદ પરીવારો સાથે કરી દિવાળીની અલગ ઉજવણી


SHARE







મોરબી નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ-શિક્ષકોજરૂરિયાતમંદ પરીવારો સાથે કરી દિવાળીની અલગ ઉજવણી

દિવાળીનો તહેવાર એટલે ખુશાલીનો તહેવાર દિવાળીના દિવસોમાં લોકો નવા કપડાની ખરીદી કરે, મીઠાઇઓ વહેચે, ઘરોને રોશનીથી સજાવી એકબીજાની સાથે ખુશીઓ વહેચી  હર્ષાઉલ્લાસથી તહેવાર ઉજવતા હોય છે. પરંતુ જરૂરિયાતમંદ મજૂરી કરતા પરીવારોના ઘરોમાં કયારેય દિવાળી આવતી નથી તો આ પરીવારોમાં પણ દિવાળી જેવી ખુશીઓ આવે એવા વિચાર માત્રથી પ્રેરાય નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ આ વર્ષે દિવાળીની ઉજવણી કઈક અલગ રીતે કરવાનું નક્કી કર્યુ હતું અને દરેક વિદ્યાર્થી પોતાના ઘરેથી જૂના કપડા, બૂટ-ચપલ, જૂના વાસણોરમકડા, સ્ટેશનરી આઇટમો વગેરે જેવી વસ્તુઓ સ્કૂલે ભેગી કરી તેનું સોર્ટિંગ કરી વિદ્યાર્થી અને શિક્ષકોની ટીમ બનાવી મોરબી શહેરના વિવિધ ઝૂપડપટ્ટી વિસ્તારમાં 300 થી વઘારે પરીવારોને વસ્તુઓ પહોચાડી તેમની ખુશાલીમાં ખુશ થઈ દિવાળીની અનોખી ઉજવણી કરી હતી તેમજ શિક્ષકોએ પોતાનું ફંડ એકઠું કરી તેની મીઠાઇ/ફરસાણ બનાવીને તેનું બોક્ષ પેકિંગ કરી જરૂરિયાતમંદ પરીવારોની સાથે મીઠાઈનું વિતરણ કરી ખરા અર્થમાં તહેવારની ઉજવણી કરી હતી અને વિદ્યાર્થી અને શિક્ષકોએ માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડ્યું હતું અને બદલ નાલંદા વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટી બી.એ. ગામી તમામ વિદ્યાર્થી સહિત અભિયાનને સફળ બનાવવા માટે વાલીઓ સહિત તમામને અભિનંદન પાઠવ્યા છે.






Latest News