મોરબીમાં વેચાણ કરારથી યુવાનને ટ્રક આપી દીધા બાદ પાછો પડાવી લઈને 21.37 લાખની છેતરપિંડી, ખંડણી અને વિશ્વાસઘાતના ગુનામાં આરોપી ઝડપાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનું રિફિંલિંગ કરતો વેપારી ઝડપાયો: 25 બટલા કબ્જે માળીયા (મી)ના ખાખરેચી ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના ઘરમાં ઘૂસીને યુવતીના પિતા, માતા અને બહેને તોડફોડ કરીને આગ ચાંપી દીધી હળવદના ધુળકોટ ગામ નજીક છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ દંપતી સારવારમાં મોરબી નજીક આઈપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબી નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારથી વધુનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના ભાવપર પાસે ટ્રેન હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત
Breaking news
Morbi Today

કશું બોલીશ તો કાપીને કેનાલમાં ફેંકી દેશું: નર્મદાની કેનાલે મશીન ચાલુ કરવા ગયેલ મહિલાને ધમકી


SHARE











કશું બોલીશ તો કાપીને કેનાલમાં ફેંકી દેશું: નર્મદાની કેનાલે મશીન ચાલુ કરવા ગયેલ મહિલાને ધમકી

હળવદ તાલુકાના રાયસંગપુર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી પાણી લેવા માટે મશીન મુકનાર યુવાનનું મશીન ચાર શખ્સો દ્વારા વિના કારણે બંધ કરી દેવામાં આવ્યું હતું જેથી કરીને તે યુવાનની પત્ની મશીન ચાલુ કરવા માટે ગઈ હતી ત્યારે આરોપીઓએ તેને કશું બોલીશ તો કાપીને કેનાલમાં ફેંકી દેશું તેવી ધમકી આપવામાં આવી હતી જેથી યુવાન ત્યાં જતા ચારેય શખ્સો દ્વારા તેને લોખંડના પાઇપ અને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રહેતા શંકરભાઈ નથુભાઈ કંઝારીયા જાતે દલવાડી (ઉંમર ૪૨) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નરેન્દ્રભાઈ ઉર્ફે નંદો ગણેશભાઈ દલવાડી, રવિભાઈ લાભુભાઈ સોઢા, કિશોરભાઈ લાભુભાઈ સોઢા અને રવિભાઈ સોઢાનો ભાણેજ રહે. બધા જ રાયસંગપુર આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ  છે કે, રાયસંગપુર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી પોતાની વાડી સુધી પાણી લઈ જવા માટે નર્મદાની કેનાલે તેઓએ મશીન મુકેલ છે અને તે મશીન આરોપીઓએ કોઈ કારણ વિના બંધ કરી દીધું હતું જેથી કરીને ફરિયાદી શંકરભાઈના પત્ની સરોજબેન તે મશીન ચાલુ કરવા માટે ગયા હતા અને ત્યારે આરોપીઓએ તેને કશું બોલીશ તો કાપીને કેનાલમાં ફેંકી દેશું તેવી ધમકી આપી હતી જેથી કરીને શંકરભાઈ ત્યાં ગયા હતા ત્યારે આરોપી નરેન્દ્રભાઈ ઉર્ફે નંદો અને રવિભાઈ સોઢાએ તેને લોખંડના પાઈપથી માર માર્યો હતો અને અન્ય બે આરોપીઓએ લાકડી વડે તેને માર માર્યો હતો જેથી શંકરભાઈને ઇજા થતાં સારવારમાં લઈને ગયા હતા અને સારવાર લીધા બાદ તેને ચારેય શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News