મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના જેતપરડા પાસે સીરામીક કારખાનામાં લોડર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE







વાંકાનેરના જેતપરડા પાસે સીરામીક કારખાનામાં લોડર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

વાંકાનેરના જેતપરડા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં બેફિકરાઇયથી લોડરને રિવર્સમાં લીધું હતું ત્યારે લોડર ચાલકે યુવાનને હડફેટે લેતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે લોડર ચાલકની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટમાં સાધુ વાસવાણી રોડ ઉપર સાધુ વાસવાની સ્કૂલ પાસે ડેકોરા ઉત્સવ ફ્લેટ બ્લોક નંબર એ-૭૦૨ માં રહેતા મલયભાઈ હરેશભાઈ આદ્રોજા જાતે પટેલ (ઉંમર ૨૯) એ હાલમાં લોડર નંબર જીજે ૩૬ એસ ૧૯૫૯ ના ચાલક જસ્મીનભાઈ શાંતિભાઈ ભાલોડીયા રહે. સીબેલા કારખાને જેતપરડા ગામની સીમ તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે સીબેલા વિટ્રીફાઈડ કારખાનામાં આરોપીએ પોતાના હવાલા વાળું લોડર બેફિકરાયથી ચલાવીને રિવર્સમાં લેતા તેને પિન્ટુભાઇ રામજીભાઈ પટેલ (ઉંમર ૧૯) ને હડફેટે લીધા હતા ત્યારે પીન્ટુભાઈને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે મલયભાઈએ લોડર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News