મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના કાલિકા પ્લોટમાં ઘરમાંથી રોકડા રૂપિયાની ચોરી કરનારા શખ્સની ધરપકડ


SHARE







મોરબીના કાલિકા પ્લોટમાં ઘરમાંથી રોકડા રૂપિયાની ચોરી કરનારા શખ્સની ધરપકડ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ શેરી નં-૨ માં રહેતા યુવાને સુતી વખતે પોતાના ઘરમાં બારી પાસે તેનું પાકીટ રાખ્યું હતું અને તેમાં રોકડા ૩૦૦૦૦ રૂપિયા હતા દરમિયાન કોઈ શખ્સે રાતના સમયે ઘરમાં પ્રવેશ કરીને પાકીટમાંથી રોકડા રૂપિયાની ચોરી કરેલ હતી જેની યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાલપરડા ગામના રહેવાસી અને હાલમાં મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તાર શેરી નં-૨ માં રહેતા દીક્ષિતભાઈ વશરામભાઈ પીપરોતર જાતે સગર (૨૧) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી કે ગત તા. ૯.૧૦  ના રાત્રીના ૧૧ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના ૬:૩૦ વાગ્યા સુધીમાં કોઈ અજાણ્ય શખ્સ દ્વારા તેના ઘરની અંદર પ્રવેશ કરીને રોકડ રકમની ચોરી કરવામાં આવી છે અને યુવાને પોતાના રહેણાંક મકાનમાં રાત્રિના સમયે સૂતી વખતે પોતાનું પાકીટ બારીમાં રાખ્યું હતું અને તે પાકીટમાં રોકડા રૂપિયા ૩૦૦૦૦ હતા અને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રોકડા રૂપિયાની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.પી.રાણા દ્વારા આરોપી વિશ્વરાજસિંહ જગતસિંહ જાડેજા જાતે દરબાર (૨૮) રહે. કાલિકા પ્લોટ વાત્સલ્ય એપાર્ટમેંટ વાળાની ધરપકડ કરવામાં આવેલ છે






Latest News