મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં છુટાછેડા માટે પૈસા આપવાનું કહીને યુવાનને માર મારવાના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં છુટાછેડા માટે પૈસા આપવાનું કહીને યુવાનને માર મારવાના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબીમાં યુવાનને તેની પત્ની સાથે છૂટાછેડા બાબતે કોર્ટમા કેસ ચાલી રહ્યો છે દરમ્યાન એલ.ઇ. કોલેજની હોસ્ટેલના કેમ્પસમા સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવત શખ્સે તમારી પત્નીને છુટાછેડા માટે તમારે પૈસા આપવા પડશેતેવું કહીને ગાળો આપીને યુવાનને ઢીકાપાટુનો અને ધોકા વડે માર માર્યો હતો જેથી યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝ્ન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીમાં એલ.ઈ.કોલેજની બોયઝ હોસ્ટેલના કેમ્પસમા ન્યુ હીલ હોસ્ટેલની બાજુમા રહેતા ઘનશ્યામસિંહ સરદારસિંહ ઝાલા જાતે દરબાર (૪૪)એ મજબુતસિંહ દિલુભા રાઠોડ રહે. મયુર સોસાયટી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, એલ.ઈ.કોલેજ બોયઝ હોસ્ટેલના ગેટ પાસે તે હતા ત્યારે આરોપી તેની પાસે આવ્યો હતો અને તમારી પત્નીને છુટાછેડા માટે તમારે પૈસા આપવા પડશેતેમ કહી આરોપીએ ફરિયાદી યુવાનને ગાળો આપી હતી ત્યારે ગાળો આપવાની ના પાડતા આરોપી ઉશકેરાઇ ગયો હતો અને લાકડા ધોકાથી યુવાનને બંને પગમા તથા ડાબા ખંભાના ભાગે માર માર્યો હતો અને ઢીકાપાટુનો માર મારીને ઈજાઓ કરી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવારમાં ખસેડાયો હતો અને ત્યાર બાદ યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મજબુતસિંહ ઉર્ફે સાજુભા દિલુભા રાઠોડ (૫૨) રહે. સવી પાર્ક સાઈ બાબા મંદિર પાસે મોરબી મૂળ રાજપરા તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ વાળાની ધરપકડ કરેલ છે






Latest News