મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં બાંધકામ સાઈટ પાસે અકસ્માત સર્જીને બાળકીનું મોત નિપજાવનાર ટ્રેક્ટર ચાલકની ધરપકડ


SHARE







મોરબીમાં બાંધકામ સાઈટ પાસે અકસ્માત સર્જીને બાળકીનું મોત નિપજાવનાર ટ્રેક્ટર ચાલકની ધરપકડ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં એલ.ઇ. કોલેજ રોડ ઉપર અક્ષર સીટી ફલોરામાં બાંધકામ ચાલી રહ્યું છે દરમિયાન ટ્રેક્ટરના ચાલકે ત્યાં રમી રહેલ શ્રમિકની દોઢ વર્ષની દીકરીને હડફેટ લીધી હતી જેથી કરીને તેને માથામાં ગંભીર થતા બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું અને અકસ્માત સર્જીને ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી મૃતક બાળકીના પિતાફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે આરોપી ટ્રેક્ટર ચાલકની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત મુજબ મૂળ એમપીના જાંબુવા જિલ્લાના અગ્રાલ ગામના રહેવાસી અને હાલમાં મોરબીની પંચાસર ચોકડી પાસે મહાવીર નગર નજીક દોશી સ્કૂલની સામે રહેતા રવિન્દ્રભાઈ લાલચંદભાઈ ખંડેળા જાતે આદિવાસી (ઉંમર ૨૫) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રેક્ટર નં. જીજે ૧૭ બીએન ૧૭૪૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેણે જણાવ્યું છે કે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં એલ.ઇ. કોલેજ રોડ ઉપર અક્ષર સીટી ફ્લોરા સાઈટ ઉપર બાંધકામની કામગીરી ચાલી રહી છે ત્યારે તેઓની દીકરી આરોહી (ઉંમર ૧.૫) ત્યાં રમતી હતી દરમ્યાન ટ્રેકટર ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવીને અચાનક ટર્ન લીધો હતો અને ત્યારે ફરિયાદી રવિન્દ્રભાઈની દીકરીને ટ્રેક્ટર માં જોડેલ ટ્રોલીથી હડફેટે લીધી હતી અને ત્યારે આરોહીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું ત્યારબાદ તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત સર્જીને ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો. જેથી મૃતક બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે ટ્રેક્ટર ચાલક કિશોરભાઇ પરબતભાઇ તાવિયાડ (૨૨) રહે. હાલ રહે. અક્ષર સીટી ફ્લોરા સાઈટના લેબર કવાર્ટર એલ.ઇ. કોલેજ રોડ મોરબી-૨ મૂળ રહે. પંચમહાલ વાળાની પીએસઆઈ જે.એલ.ઝાલા અને રાઇટર સંજય લકુમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.






Latest News