ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

હળવદના વેગડવાવ ગામ પાસે સેલ્ફ ડ્રાઇવિંગમાં કાર લઈને નીકળેલા ધારાસભ્યએ રીક્ષાને હડફેટે લીધી: બેને ઇજા


SHARE











મોરબી જીલ્લાના હળવદ તાલુકાના વેગડવાવ ગામ પાસે ધારાસભ્યની કારનો અકસ્માત થયો હતો અને ત્યારે ધારાસભ્ય પરસોતમ સાબરીયા પોતે જ કાર ચલાવતા હતા અને તેની કારે રીક્ષાને હડફેટ લેતા અકસ્માત સર્જાયો હતો જેમા મહિલા સહિત બે વ્યક્તિને ઇજા થતા સારવારમાં ખસેડાયા છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ધ્રાંગધ્રા હળવદ બેઠકના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા આજે પોતાની કાર લઈને જતા હતા ત્યારે હળવદ તાલુકાના વેગડવાવ ગામ પાસેથી પસાર થતી રીક્ષાને તેમની કારે હડફેટ લીધી હતી જેથી કરીને રિક્ષામાં બેઠેલ મહિલા સહિત બે વ્યક્તિઓને ઈજા થઈ હતી અને બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક પોતાની જ કારમાં બેસાડીને ધારાસભ્ય હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને મહિલાને વધુ વિચાર થયો હોવાથી તેને વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા હોવાનું હાલમાં સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે જોકે આ બનાવ સંદર્ભે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી






Latest News