મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

હળવદની દેવળીયા ચોકડી-વાંકાનેરમાં દારૂની રેડ: બે શખ્સ પકડાયા, એકની શોધખોળ


SHARE







 

હળવદની દેવળીયા ચોકડી-વાંકાનેરમાં દારૂની રેડ: બે શખ્સ પકડાયા, એકની શોધખોળ

હળવદની દેવળીયા ચોકડી અને વાંકાનેરમાં દારૂની જુદીજુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને પાંચ બોટલ દારૂ સાથે બે આરોપીની પોલીસે ધારપકડ કરી છે અને એક આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

હળવદની દેવળીયા ચોકડી પાસેથી પ્લાસ્ટિકના કોથળામાંથી દારૂની ચાર બોટલો મળી આવતા પોલીસે ૧૨૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને દારૂના જથ્થા સાથે રાજેશભાઈ ઉર્ફે રાજુ કિશોરભાઈ દેગામા જાતે કોળી (ઉંમર ૨૧) રહે. મોટીપરા જૂના દેવડીયા તાલુકો હળવદ વાળાની પોલીસે ધરપકડ કરે છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરે છે

વાંકાનેરના પ્રતાપ ચોક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૨૦૦ ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને હર્ષદીપસિંહ ઉર્ફે બાબલી ચંદ્રસિંહ જાડેજા જાતે દરબાર (૩૦) રહે. વિવેકાનંદ નગર રાજકોટ રોડ વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને આ દારૂની બોટલ મયુરસિંહ ઝાલા રહે વાંકાનેર ભાટિયા સોસાયટી વાળા પાસેથી લાવ્યો હોવાની માહિતી સામે આવી હોય તેની સામે પણ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

મારામારી

વાંકાનેર તાલુકાની હદમાં આવતા રાતાવિરડા ગામ પાસે સિરામિકના કારખાનામાં મારામારીનો બનાવ બન્યો હતો જે મારામારીના બનાવમાં રાકેશ સુનિલ ગોપ (૨૨) નામના યુવાનને ઇજાઓ થઇ હોવાથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને મારામારીના બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News