મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક કારખાનામાં રિવર્સમાં આવતું ડમ્પર બીમ કૉલમ સાથે અથડાતાં શેડને નુકશાન


SHARE











મોરબીના સિરામિક કારખાનામાં રિવર્સમાં આવતું ડમ્પર બીમ કૉલમ સાથે અથડાતાં શેડને નુકશાન

મોરબી તાલુકાના ભડિયાદ ગામની સીમમાં આવેલ કારખાનામાં ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર બેફિકરાયથી ચલાવીને કારખાનાના માટી ખાતાના સેડના પીલર સાથે ડમ્પર અથડાવ્યું હતું જેથી કરીને બીમ કોલમ તોડી પાડીને શેડને નુકસાન કર્યું હતું અને દિવાલ તૂટી જતા કારખાનાના માટી ખાતાના શેડને નુકસાન થયું છે જેથી કરીને ડમ્પર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીની પાછળના ભાગમાં ચિત્રકૂટ સોસાયટી શેરી નં-૬ માં રહેતા કમલેશભાઈ અમુલકભાઈ પટેલ (૩૦) એ ડમ્પર નં જીજે ૧૨ બીવી ૬૧૨૭ ના ચાલક પ્રવીણભાઈ ભીખુભાઈ બળદા જાતે ગઢવી રહે. સોખડા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપી પોતાના હવાલા વાળું ડમ્પર લઈને મિલેનિયમ કારખાનાના માટી ખાતાના શેડમાં આવેલ અને ત્યારે પૂર ઝડપે બેફિકરાઈથી ડમ્પરને રિવર્સમાં લેતા માટી ખાતાના સેડના બીમ કોલમ સાથે ડમ્પર ધડાકાભેર અથડાયું હતું જેથી કરીને બીમ કોલમ તોડી નાખ્યા હતા અને સેડના પતરા તેમજ શેડની દીવાલ પણ તોડી નાખીને નુકસાન કર્યું હતું જેથી કરીને કમલેશભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના જાંબુડીયા ગામ પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને સવિતાબેન રેમાભાઇ રહે. જોધપર વાળા પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં સવિતાબેનને કમરમાં ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવવી મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબીના પંચાસર રોડ ઉપર માધાપર વાડી પાસે રહેતા ગણેશભાઈ અવચરભાઈ હડિયાળ (૬૩) છકડો લઈને ખોખરા હનુમાન રોડ ઉપર બેલા ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે છકડામાંથી નીચે પડી જતા તેને ડાબા હાથે ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવી મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News