ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

હળવદમાં મિત્ર સાથે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીનો ઘા ઝીકયો


SHARE







હળવદમાં મિત્ર સાથે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીનો ઘા ઝીકયો

હળવદના ભવાનીનગર ઢોરો પાસે રહેતા યુવાનના મિત્ર સાથે બાઈકની ચાવીની બાબતે બોલાચાલી થયેલ હતી તેનો ખાર રાખીને યુવાનને ભવાનીનગર ઢોરો પાસે ફોન કરીને બોલાવ્યો હતો અને ત્યાં તેના ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને તેને સારવાર લીધા બાદ તેને એક શખ્સની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના ભવાનીનગર ઢોરો પાસે રહેતા રામજીભાઇ જીલાભાઇ અજાણી જાતે કોળી (૨૭)એ હાલમાં હકાભાઇ હીરાભાઇ સુરેલા રહે. મહાદેવના મંદીર સામે પંચમુખી ઢોરા હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદ ભવાનીનગર ઢોરે રેલ્વે ફાટક પાસે ભુદેવ પાનની દુકાને આરોપીએ ફરિયાદીને ફોન કરીને બોલાવ્યો હતો અને અગાઉ ફરિયાદી યુવાનના મિત્ર દશરથભાઇના સાથે બાઈકની ચાવી બાબતે બોલાચાલી થયેલ હતી તેનો ખાર રાખીને ભવાનીનગર ઢોરે રેલ્વે ફાટક પાસે ભુદેવપાનની દુકાને બોલાવીને આરોપીએ પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી એક ઉંડો છરીનો ઘા યુવાનને મારી દીધો હતો જેથી તેના પેટમાં આંતરડાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને તેને સારવાર લીધા પછી યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૩૨૬ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

અકસ્માતમાં ઈજા

મોરબીની ઉમા રેસીડેન્સીમાં રહેતા ડીમ્પુબેન દીપકભાઈ કુંડારીયા નામની ૩૨ વર્ષીય મહિલા મહેન્દ્રનગર ચોકડી પાસેથી એક્ટિવા લઈને જતા હતા ત્યારે ત્યાં તેઓનું એકટીવા સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત ડીમ્પુબેનને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા જ્યારે મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં રહેતા પ્રેમજીભાઈ કેશુભાઈ કુંઢીયા નામના ૪૫ વર્ષીય યુવાનને તેના વિસ્તારમાં મારામારીના બનાવવામાં ઈજા તથા સારવારમાં ખસેડવામાં આવ્યો છે

આધેડ સારવારમાં

મોરબીના નવા ખારચીયા ગામના વતની ધનજીભાઈ કેશાભાઈ બોરીચા નામના ૫૭ વર્ષ વાળા બાઇકમાં જતા હતા ત્યારે આમરણ ગામ પાસે પુલનું કામ ચાલુ છે ત્યાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત ધનજીભાઈને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા જ્યારે મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આવેલ સીસમ સીરામીકના લેબર કવાર્ટરમાં રહી હતી ત્યાં મજૂરી કામ કરતો રાજુભાઈ મુખી નામનો ૨૯ વર્ષનો યુવાન પહેલા માળેથી નીચે પટકાતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.






Latest News