મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં માતાએ કામ બાબતે ઠપકો આપતા સગીરાએ ફિનાઇલ ગટગટાવ્યું


SHARE











મોરબીમાં માતાએ કામ બાબતે ઠપકો આપતા સગીરાએ ફિનાઇલ ગટગટાવ્યું

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતી સગીરાને તેના માતાએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને લાગી આવતા સગીરાએ ફીનાઇલ પી લીધી હતી જેથી તે સગીરાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝભાઈ અબ્દુલભાઈ મકરાણીની ૧૫ વર્ષની દીકરી મુસ્કાનબેને પોતાના ઘરે હતી ત્યારે ફિનાઈલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી હાલમાં આ બનાવની આગળની તપાસ કરી રહેલા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મુસ્કાનબેનને તેની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને લાગી આવતા તેણે ફીનાઇલ પી લીધું હતું અને હાલમાં તે સારવાર હેઠળ છે

માર માર્યો
મોરબીના નવી પીપળી ગામે રહેતા જયેશભાઈ મોહનભાઈ વાઘેલાના પત્ની હીનાબેનને તેના પતિ જયેશભાઈએ માર માર્યો હતો જેથી હીનાબેનને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને મારામારીના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી જનાવર કરડી ગયું
મોરબીના નાનીવાવડી ગામે રહેતો યસ દિનેશભાઈ ઉભડિયા નામનો નવ વર્ષનો બાળક ગામમાં યુવાનનું મૃત્યુ થયું હોવાથી સ્મશાન યાત્રામાં સ્મશાને ગયો હતો અને ત્યારે સ્મશાનમાં તેને ઝેરી જનાવર કરડી જતા તેને ઝેરી અસર થઈ હોવાથી તે બાળકને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવેલી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામ પાસેથી મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ કાનજીભાઈ નકુમ (ઉંમર ૬૮) નામના વૃદ્ધ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓનું બાઈક ત્યાં સ્લીપ થઈ જતા તેઓને ઇજાઓ થઈ હતી જેથી પ્રવીણભાઈ નકુમને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

ઝેરી અસર
મોરબી નજીકના બગથળા ગામે રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો પારસ લીસનભાઈ (ઉંમર ૨૫) નામનો યુવાન પ્રિન્સ ઠોરીયાની વાડીએ હતો ત્યારે ત્યાં મજૂરીકામ દરમિયાન તેને પાણીની તરસ લાગતા ઝેરી દવાવાળા ગ્લાસમાંથી તે પાણી પી ગયો હતો જેથી કરીને તેને ઝેરી અસર થતા પારસને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી નજીક લાલાભાઇના કારખાનામાં રહેતા રૂકમાબેન મુકેશભાઈ સૂર્યવંશી (ઉંમર ૨૫) બાઈકમાં પાછળના ભાગમાં બેસીને જતા હતા ત્યારે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રૂકમાબેનને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા






Latest News