મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ મોલ સામેથી રિક્ષાની ચોરી


SHARE







મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ મોલ સામેથી રિક્ષાની ચોરી

મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલ મોલ સામે યુવાને તેની સીએનજી રીક્ષા પાર્ક કરીને મૂકી હતી જે સીએનજી રીક્ષાની કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ૮૫ હજાર રૂપિયાની કિંમતની રીક્ષાની ચોરી થઈ હોવાની હાલમાં યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના કાંતિનગર વિસ્તારમાં મસ્જિદ વાળી શેરીમાં રહેતા યુનુસભાઈ ઇબ્રાહીમભાઇ પલેજા જાતે સંધિ (ઉંમર ૪૭) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા.૨૮ ના સાંજના સાત થી સાડા સાત વાગ્યા દરમ્યાન તેઓએ મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલી રિજન્સી મોલ સામે પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૨૧૮૬ ને પાર્ક કરીને મૂકી હતી જે સીએનજી રીક્ષાને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ૮૫ હજાર રૂપિયાની કિંમતની રીક્ષાની ચોરી થઈ હોવા અંગેની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News