મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં બુટલેગરને પકડવા ગયેલ પોલીસે આઠ બોટલ દારૂ સાથે તેના ભાઈની કરી ધરપકડ


SHARE







મોરબીમાં બુટલેગરને પકડવા ગયેલ પોલીસે આઠ બોટલ દારૂ સાથે તેના ભાઈની કરી ધરપકડ

મોરબીના લીલપર પાસે ગોડાઉનમાંથી પકડાયેલ દારૂના જથ્થા મુદે આરોપીને પકડવા માટે પોલીસે મોરબીના નાની બજાર વિસ્તારમાં વિશ્વકર્મા મંદિરની બાજુમાં રહેતા બુટલેગરના ઘરે પહોચી હતી ત્યારે ઘરની અંદરથી જુદી જુદી બ્રાન્ડની દારૂની આઠ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૨૦૦૦ ની કિંમત ના મુદ્દામાલ સાથે હાલમાં બુટલેગરના ભાઈની ધરપકડ કરેલ છે અને મુખ્ય સૂત્રધારને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં આવેલ ગોડાઉનમાં એલસીબીની ટીમે દારૂની રેડ કરી હતી અને પોલીસે ૮૯૮૮ બોટલ દારૂ જેની કિંમત ૪૦.૫૦ લાખનો મુદામાલ કબજે કરીને એક આરોપીને પકડાયો હતો અને ત્રણ આરોપીના નામ સામે આવ્યા હતા જે પૈકીનાં દીપકસિંહ ખોડુભા વાઘેલાને પકડવા માટે મોરબીના નાની બજાર વિસ્તારમાં વિશ્વકર્મા મંદિરની બાજુમાં રહેતા દીપકસિંહ ખોડુભા વાઘેલાને પકડવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને તે આરોપીને પકડવા માટે તેના ઘરે પોલીસ પહોચી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની દારૂની આઠ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૨૨૦૦૦ ની કિંમતનો મુદામાલ કબજે કરીને હાલમાં યોગરાજસિંહ ખોડુભા વાઘેલા જાતે દરબાર (ઉમર ૩૨) રહે. નાની બજાર વિશ્વકર્મા મંદિરની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં દિપકસિંહ ખોડુભા વાઘેલાનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ વધુ એક ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News