મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના વાછકપર ગામે સીમમાંથી સગીરાનું અપહરણ


SHARE







ટંકારાના વાછકપર ગામે સીમમાંથી સગીરાનું અપહરણ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા વાછકપર ગામની સીમમાં ખેત મજૂરીનું કામ કરવા આવેલા મૂળ મધ્યપ્રદેશના પરિવારની સગીરવયની દીકરીનું લલચાવી ફોસલાલીને બદકામના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હોય પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

ટંકારા તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશનો મજુર પરિવાર ટંકારા તાલુકાના વાછકપર ગામની સીમમાં ખેત મજૂરી કરવા માટે આવ્યો હોય અને અહીં બાજુમાં આવેલા કોઠારીયા ગામની સીમમાં રહેતો અને મૂળ દાહોદ પંથકનો રાજુ વીરસિંગ મુંદવાડા નામનો ઇસમ એમપીના મજુર પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હોય હાલ ભોગ બનેલ પરિવાર દ્વારા ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે રાજુ વીરસિંગ મુંદવાડા નામના શખ્સની સામે અપહરણ અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે જેની તપાસ સીપીઆઈ બી.પી.સોનારા ચલાવી રહ્યા છે.

આરોપી પકડાયો

અમદાવાદ જીલ્લાના વિરમગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારી અને ધમકીના ગુનાનો આરોપી અમિત જયંતિ ઠાકોર રહે.બાવળા તાલુકો વિરમગામ હાલ રહે.મોરબી ખત્રીવાડ વાળો મોરબી હોવાની બાતમી મળી હતી જેથી કરીને વિરમગામ પોલીસ દ્વારા મોરબી આવીને મોરબીના ખત્રીવાડ વિસ્તારમાંથી અમિત જયંતિ ઠાકોર નામના ઇસમની મારામારી અને ધમકી આપવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના ચાંચાપર ગામે રહેતો લલિત અરજણભાઈ ચૌહાણ નામનો ૧૯ વર્ષનો યુવાન બાઈક લઈને રાજપર રોડ ઉપરથી જતો હતો ત્યારે સતનામ જીનની પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં તેને ઇજાઓ થઈ હતી જેથી રાજકોટ ખસેડાયો હતો અને બાદમાં તેને હાલ રાજકોટ ખાતેથી અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો છે.




Latest News