મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદના મયુરનગર ગામે માનસિક બીમારી સબબ મહિલાએ જીવન ટૂંકાવ્યું


SHARE







હળવદના મયુરનગર ગામે માનસિક બીમારી સબબ મહિલાએ જીવન ટૂંકાવ્યું

હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતી મહિલાએ બે દિવસ પહેલા બપોરના સમયે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને રાજકોટ સિવિલમાંથી જાણ કરવામાં આવી છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હળવદના મયુરનગર ગામે રહેતા જયંતીભાઈ કંઝારીયાના પત્ની ભાનુબેન (ઉમર ૩૯) એ ગત તા.૧૪ ના બપોરના બે વાગ્યાના અરસામાં વાડીએ ઝેરી દવા પી લીધી હતી.જેથી વધુ સારવાર માટે તેણીને રાજકોટ લઈને ગયા હતા ત્યારે સારવાર દરમિયાન તા.૧૭ ના રોજ તેમનું મોત નીપજ્યું હતું અને વધુમાં મળતી માહિતી મુજબ મૃતક પરણીતાનો લગ્નગાળો ૨૦  વર્ષનો હતો અને તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે.તેમજ મૃતકના પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક ભાનુબેનને છેલ્લા સાતેક વર્ષથી માનસિક બીમારીની દવા ચાલુ હતી અને તે બીમારીથી કંટાળી જઈને તેઓએ ઉપરોક્ત પગલું ભરી લીધુ હોવાનું તેમના પરિવારજનોએ જણાવેલ છે.

પરણીતા સારવારમાં

વાંકાનેર તાલુકામાં આવેલા ગાંગિયાવદર ગામે રહેતી મનસાબેન અરવિંદભાઈ ધરજીયા નામની ૨૩ વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી લેતા તેને અહીંની મંગલમ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવી હતી આ બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે, મનસાબેન ધરજીયાનો લગ્ન ગાળો બે વર્ષનો છે અને હાલ બે સંતાનો છે તેઓને માનસિક બીમારીની દવા ચાલુ છે અને તેને પગલે તેઓએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું તેવું તેના પરિવારજનોએ જણાવ્યુ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના લીલાપર ગામે રહેતો ઉમંગ દિનેશભાઈ સરડવા નામનો ૧૮ વર્ષનો યુવાન લીલાપર કેનાલ રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે કેશવ પાર્ટી પ્લોટ નજીક અચાનક ગાય આડી ઉતારતા બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી ઉમંગને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે રહેતા શાંતિલાલ જેરામભાઈ દેત્રોજા નામના વ્યક્તિ બાઇક લઈને જતા હતા ત્યારે રવાપર રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા હતા






Latest News