મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતનાં તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં સરકારે કર્યો તોતિંગ વધારો


SHARE







મોરબી સહિત ગુજરાતનાં તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં સરકારે કર્યો તોતિંગ વધારો

પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કેપંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ હસ્તકના તલાટી-કમ-મંત્રીઓને અપાતા ભથ્થામાં નોધપાત્ર વધારો કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે થી તેમને અપાતા માસિક ખાસ ભથ્થુ ૯૦૦ ના બદલે ૩૦૦૦ આપવામાં આવશે.

મંત્રીએ ઉમેર્યું હતું કેકર્મચારીઓના હિતને વરેલી રાજય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગ્રામ કક્ષાએ વિવિધ વિકાસ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકે કામગીરી સંભાળતા તલાટી-કમ-મંત્રીઓના કામમાં વર્ષ ૨૦૧૨ પછી ગ્રામ કક્ષાએ રાજય સરકારની વિવિધ વિકાસ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકેની કામગીરીમાં વધારો થયો હોઈ આ મહત્વનો નિર્ણય કરાયો છે.

તેમણે ઉમેર્યું કે,ગુજરાત રાજ્ય પંચાયત તલાટી મહામંડળની રજૂઆત પરત્વે હકારાત્મક અભિગમ દાખવીને તલાટી-કમ-મંત્રીઓને હાલમાં આપતા માસિક ખાસ ભથ્થું રૂ.૯૦૦/- ના બદલે રૂ.૩૦૦૦ નું ખાસ ભથ્થું અપાશે. આ ખાસ ભથ્થાની ગણતરી પેન્શનના હેતુ માટે કરવામાં આવશે નહિ.આ નિર્ણયનો અમલ તા.૧૩-૯- ૨૦૨૨ થી કરવામાં આવશે. રાજ્ય સ૨કા૨ના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ફરજ બજાવતા તમામ તલાટી-કમ-મંત્રીઓને આ નિર્ણય લાગુ પડશે તેમ તેમણે ઉમેર્યું હતું






Latest News