મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાનની હત્યા કરવાના ગુનામાં બે આરોપી ઝડપાયા: એકની શોધખોળ


SHARE







વાંકાનેરમાં યુવાનની હત્યા કરવાના ગુનામાં બે આરોપી ઝડપાયા: એકની શોધખોળ

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે અમરનાથ સોસાયટીમાં રહેતા યુવાનની છરીના ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી જેથી કરીને મૃતક યુવાનના ભાઈફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે અને એક આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક શનિવારે મોડીરાત્રીના મારામારીના બનાવ બન્યો હતો જેમાં અમરનાથ સોસાયટીમાં ગજાનંદ ઇન્ડસ્ટ્રીઝ વાળા અમિતભાઈ અશ્વિનભાઈ કોટેચા (૩૮) નામના યુવાનને છરીના ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો અત્રે ઉલેખનીય છે કે, મૃતક અમિતભાઈના મિત્ર સુરેશભાઇ વિષ્ણુદાસ ગોંડલીયાને પૈસાની લેતીદેતી બાબતે હેરાન નહીં કરવા માટે ઈમરાન અને ઇનાયત નામના બે શખ્સોને કહ્યું હતું જે તેને સારું નહીં લગતા સરફરાજ મકવાણાના કહેવાથી ઈમરાન તેમજ ઇનાયત છરી અને ગુપ્તી લઈને આવ્યા હતા અને અમિતભાઈને ઇનાયત ઉર્ફે ઇનીયો અયુબભાઇ પીપરવાડીયાએ ગુપ્તીના ઘા ઝીકયા હતા અને ઇમરાન ફારૂક આરબએ છરીના ઘા માર્યા હતા જેથી કરીને અમિતભાઈનું મોત નીપજયું છે અને હત્યાના આ બનાવમાં મૃતક યુવાનના અમરનાથ સોસાયટીમાં રહેતા ભાઈ હીમાંશુભાઇ ઉર્ફે કાનો અશ્વીનભાઇ કોટેચા જાતે લોહાણા (૩૩)ની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો આ ગુનામાં પોલીસહળમાં ઇનાયત ઉર્ફે ઇનીયો અયુબભાઇ પીપરવાડીયા (૨૫) લક્ષ્મીપરા વાંકાનેર અને ઇમરાન ફારૂકભાઈ આરબ (૨૩) રહે, ખોજાખાના શેરી, વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં હજુ સરફરાજ મકવાણાને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે 






Latest News