મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે માટલીયા નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







વાંકાનેરના ઢુવા પાસે માટલીયા નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ઢુવા પાસે વિસનાલા નજીક માટલીયા નદીમાં પાણી ભરેલું હતું ત્યાં ગયેલ યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ પંચુડીયા ગામના રહેવાસી અને હાલમાં અહીં રહીને મજૂરી કામ કરતા કંદુસિંગ ઠાકોરસિંગ જાતે આદિવાસી વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે આવેલ વીસનાલા પુલ નજીક માટેલિયા નદીમાં પાણી ભરેલું હતું ત્યાં ગયા હતા અને ત્યાં અકસ્માતે તે પાણીમાં ડૂબી ગયા હતા જેથી તેનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે બનાવની વાંકાનેર તાલુકા પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News