મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી શહેર અને તાલુકામાં જુગારની બે રેડઃ 15 જુગારી 8.19 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા


SHARE











મોરબી શહેર અને તાલુકામાં જુગારની બે રેડઃ 15 જુગારી 8.19 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ વિજયનગરમાં તુલસી હાઈટ્સમાં તેમજ મોરબી તાલુકાના જેપુર ગામે જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને 15 જુગારીઓ 8,19,700 રૂપિયાની રોકડ સાથે ઝડપાઇ હતી જેથી કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુના નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ વિજયનગર ગજાનંદ પાર્કમાં તુલસી હાઈટ ના ફ્લેટ નંબર 302 માં રહેતા સુજીતભાઈ છગનભાઈ દેત્રોજાના ઘરે જુગાર રમતા હોવાની બાતમી એલસીબી ની ટીમના નીરવભાઈ મકવાણા, સંજયભાઈ રાઠોડ તથા ભરતસિંહ ડાભીને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરમાં જુગાર રમી રહેલ ઘરધણી સુજીતભાઇ છગનભાઇ દેત્રોજા જાતે પટેલ, હસમુખભાઈ મોહનભાઈ પટેલ, ગોરધનભાઈ મોહનભાઈ પટેલ, કાંતિભાઈ ગોવિંદભાઈ પટેલ, શાંતિભાઈ દામજીભાઈ પટેલ, જીતેશભાઈ બાલુભાઈ પટેલ અને જયેશભાઈ પરસોત્તમભાઈ પટેલ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી રોકડા 7,13,500 ની રકમ કબજે કરી હતી અને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના જેપુર ગામે જાહેરમાં જુગાર રમતા આવવાની બાતમી મોરબી તાલુકા પોલીસની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા શેરીમાં બેઠા બેઠા જુગાર રમતા આઠ શખ્સો મળી આવ્યા હતા. જેમાં જનકભાઈ જગજીવનભાઈ પટેલ, ગંગારામભાઈ જેરામભાઈ પટેલ, અશ્વિનભાઈ જગજીવનભાઈ પટેલ, મુકેશભાઈ જગજીવનભાઈ પટેલ, રાજેશભાઈ ડાયાલાલ પટેલ, પાર્થભાઈ નવલભાઇ પટેલ, કિરીટભાઈ હસમુખભાઈ પટેલ અને હિતેશભાઈ રામજીભાઈ પટેલનો સમાવેશ થાય છે અને તેઓની પાસેથી પોલીસે 1,06,200 ની રોકડ કબજે કરી છે અને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News