મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે થયેલ મારા મારીના ગુનામાં વધુ એકની ધરપકડ


SHARE







મોરબીના રવાપર ગામે થયેલ મારા મારીના ગુનામાં વધુ એકની ધરપકડ

મોરબીના રવાપર ગામે થોડા સમય પહેલા યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં મહિલા સદસ્ય તરીકે ચૂંટાઈ આવેલ મહિલાના પતિને ચૂંટણીની અદાવતનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા તલવાર, ધોકા અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો અને આ મારામારીના બનાવમાં બે વ્યક્તિઓને ઈજા થઇ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ રવાપર ગ્રામ પંચાયતના મહિલા સદસ્યાના પતિ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી તે ગુનામાં વધુ એક આરોપીને પકડવામાં આવેલ છે

મોરબીના રવાપર ગામે રહેતા ભીખાભાઈ આપાભાઇ જારીયા જાતે આહિર (૪૫) એ અજયભાઈ પ્રભાતભાઈ ચાવડા, પ્રદીપભાઈ ચાવડા અને સતિષભાઈ રમેશભાઈ ચાવડા રહે તમામ રવાપર ગામ વાળાની સામે મારામારીની ફરિયાદ નોંધાવેલ હતી કે તેઓના પત્ની ભારતીબેન રવાપર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે લડ્યા હતા અને તે ચૂંટાઈ આવેલ છે જે બાબતની જૂની અદાવત રાખીને અજય પ્રભાતભાઈ ચાવડાએ તલવાર વડે હુમલો કર્યો હતો અને તેને ડાબા હાથે તેમજ સાહેદને જમણા કાનના ભાગે ઇજા કરી હતી તો પ્રદીપભાઈએ પાઇપ વડે અને સતિષભાઈએ ધોકા વડે માર્યો હતો આમ ત્રણેય શખ્સોએ ભેગા મળીને ફરિયાદી ભીખાભાઈ જારીયા તથા સાહેદને માર મારીને ગાળો આપી હતી જેથી ભીખાભાઈ જારીયાએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે પહેલા પ્રદીપભાઈ મહેશભાઇ ચાવડા અને સતિષભાઈ રમેશભાઈ ચાવડાને પકડ્યા હતા અને હાલમાં આ ગુનામાં પોલીસે અજયભાઈ પ્રભાતભાઈ ચાવડા જાતે આહીર (૩૭) રહે. સરદારનગર હરિટાવર રવાપર વાળની ધરપકડ કરેલ છે 






Latest News