મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા સીએમને રજૂઆત: પ્રશ્ન ન ઉકેલાય તો ૧૦ હજાર લોકો કરશે મતદાનનો બહિષ્કાર


SHARE











મોરબીમાં વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા સીએમને રજૂઆત: પ્રશ્ન ન ઉકેલાય તો ૧૦ હજાર લોકો કરશે મતદાનનો બહિષ્કાર

મોરબીની અવની ચોકડીએ ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવામાં આવતો જ નથી જેથી કરીને સ્થાનિક લોકોમાંભારોભાર રોષની લાગણી ફેલાઈ છે ત્યારે લોકોએ કલેક્ટર મારફતે સીએમને વરસાદી પાણીના કામી નિકાલ માટે રજૂઆત કરેલ છે અને જો પાણીનો કાયમી નિકાલ નહિ કરવામાં આવે તો આગમી ચુંટણીમાં તે વિસ્તારના ૧૦ હજાર લોકો મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે

મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ અવની ચોકડી પાસેથી અવની રોડ થઈને મેઘાણી સ્કૂલ તરફ જવાના રસ્તા ઉપર વરસાદે વિરામ લીધાના કલાકો નહીં પરંતુ દિવસો સુધી નદીની જેમ વરસાદી પાણીનું વહેણ જતું હોવાથી આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે જેથી કરીને થોડા દિવસો પહેલા સ્થાનિક લોકો દ્વારા આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક બોર્ડ લગાવવામાં આવ્યું હતું જે બોર્ડને તોડી નાખવામાં આવ્યું છે જો કે, અવની ચોકડીએ ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા કરવામાં આવેલ નથી જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા આજે મોરબી કલેક્ટર કચેરીએ જઈને કલેક્ટર મારફતે સીએમને આવેદનપત્ર પાઠવવામા આવેલ છે

છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણી રાબેતા મુજબ અવની ચોકડીએ ભરાઈ છે જેથી કરીને સ્થાનિક લોકોએ કરેલ રજૂઆતમાં જણાવાયું છે કે, પાલિકાના સ્થાનિક સભ્યોને રજૂઆત કરવામાં આવી છે તેમજ પાલિકના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆતો કરવામાં આવી છે તો પણ પ્રશ્ન ઉકેલાયો નથી જેથી કરીને આગામી દિવાસીમાં જો આ પ્રશ્નને કાયમી ધોરણે નહિ ઉકેવામાં આવે તો આગમી વિધાનસભાની ચૂંટણીનો આ વિસ્તારમાં રહેતા ૧૦ હજાર જેટલા મતદારો દ્વારા બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News