ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં સીરામીકના કારખાનામાં થયેલ મારામારીમાં સાતની ધરપકડ 


SHARE







મોરબીમાં સીરામીકના કારખાનામાં થયેલ મારામારીમાં સાતની ધરપકડ 

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ હોલીસ સીરામીક નામના કારખાનાના લેબર કવાટર પાસે કોમન બાથરૂમમાં  ન્હાતા સમયે દેકારો કરવાની વાતને લઈને થયેલ સામસામી મારામારીના ધરપકડ કરેલ છે.

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ હોલીસ સીરામીકના કારખાનાના લેબર કવાટરમાં રહેતા તપનભાઇ વિશ્વજીતભાઇ ઘોસ જાતે ગવાલા (ઉ.૨૬) એ મારામારીના બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે વિક્રમસિંગ ગુજજર, જયકરણ, ચન્દ્ર્પાલ રહે.બધા હોલીસ સીરામીક સામે માર માર્યો હોવાની ફરિયાદ નોધાવી જણાવ્યુ હતુ કે, તેના કોન્ટ્રાકટમાં કામ કરતાં મજુર પ્રકાશ, જંન્ટુ ઉર્ફે બબલુ તથા દેબાબ્રત ઉર્ફે મુન્ના એમ ત્રણેય જણા કારખાનાના નાહવાના બાથરૂમમા ન્હાતા હતા ત્યારે દેકારો કરતા હતા માટે વિક્રમસિંગના કોન્ટ્રાકટમાં કામ કરતાં ચંદ્રપાલની પત્ની વંદના તથા તેની બહેન સુખદેવી ત્યાં કપડા ધોવા આવેલ અને તેમને દેકારો કરવાની ના પાડતા બોલાચાલી થયેલ હતી જે બાબતેનો ખાર રાખીને સામાવાળાઓએ લોખંડના પાઇપ-ધોકા વડે પોતાના ઉપર તેમજ સાહેદોને માર માર્યો હતો અને કવાટરનો દરવાજો તોડી અને રઘુનાથ બારીકની ફોરવ્હીલ ગાડીના આગળ પાછળના બન્ને કાચ તોડી નાખીને નુકશાન કર્યુ હતુ.તો સમાપક્ષેથી વિક્રમસિંગ ગોવિંદસિંગ ગુજજર જાતે પટેલ (ઉ.૨૮) એ તપનભાઇ ઘોસ, પ્રકાશ મુરમુ, જંન્ટુ ઉર્ફે બબલુ બેરા અને દેબબ્રત ઉર્ફે મુન્ના ઘોસ રહે. બધા હોલીસ સીરામીક સામે વળતી ફરિયાદ નોંધાવી જણાવ્યુ છે કે, ચન્દ્ર્પાલની પત્ની તથા બહેન સાથે ન્હાતા સમયે દેકારો કરીને બોલાચાલી કરવામાં આવી હતી જેથી તેમને સમજાવવા જતા આરોપીઓએ માથાના ભાગે લોખંડનો પાઇપ મારી ઇજા કરીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે સામસામી મારામારીના  બનાવમાં હાલમાં વિક્રમસિંગ ગૌવિદસિંગ ગુર્જર (૨૮), જયકરણ દૌલતસિંગ પાલ (૩૦) તથા ચન્દ્રપાલ લખનપાલ ભાલ (૨૪) તેમજ સામેપક્ષના તપનભાઇ વિશ્વજીતભાઈ ધોસ (૨૬) પ્રકાશભાઈ રાસીકાંન્ત મુરમુ (૨૫), જન્ટું ઉર્ફે બબલું સતવાનભાઈ બેરા (૨૪) અને દેબાબ્રત ઉર્ફે મુન્ના પનિભુષણભાઈ ધોસ (૨૫) રહે બધા હોલીસ સીરામીકના લેબર કવાટર ઘુંટુની સીમ તા.જી.મોરબીની ધરપકડો કરેલ છે.






Latest News