મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે સિદ્ધિવિનાયક કા રાજા


SHARE











મોરબીમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે સિદ્ધિવિનાયક કા રાજા

સમગ્ર ગુજરાતભરમાં સુપ્રસિદ્ધ બનેલ "શ્રદ્ધા અને ભક્તિનું અનેરૂ ધામ" સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવનો ૩૧મીથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે તમામ ભક્તજનોને ગણપતિ દાદાના ભવ્ય અને વિશાળ સ્વરૂપના દર્શનનો લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે

૨૦૦૯ થી મોરબીમાં શ્રી ગણેશ મંડપ સર્વિસ વાળા અરવિંદભાઈ બારૈયાઅશોકભાઈ બારૈયારાજેશભાઈ બારૈયા, ઓમ બારૈયા અને શ્રી ગણેશ ઉત્સવ સમિતિના ૫૦ જેટલા સભ્યો દ્વારા સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે અને હવે ૧૪માં વર્ષે ગણેશ ઉત્સવનું ભવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ રામોજી ફાર્મ પાસે સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને મુંબઈમાં લાલબાગના મૂર્તિકારો દ્વારા ગણેશજીની વિશાળ મુર્તિ બનાવવામાં આવી છે.

સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવના આયોજક અરવિંદભાઈએ જણાવ્યું હતું કેકોરોનાના કપરા સમયમાંથી વિઘ્નહર્તા સિદ્ધિવિનાયકે આપણને બહાર કાઢ્યા હોઈત્યારે કોરોનાકાળ બાદ સરકારની મંજૂરી મળ્યા બાદ ગણેશ ઉત્સવ સમિતિના સહકારથી ૨૦૨૨માં ગણપતિ મહારાજના ભવ્ય પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ વર્ષની દાદાની ભવ્ય મૂર્તિ ભક્તજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉપરાંત દરરોજ સાંજે ૭:૩૦ કલાકે દાદાની ભવ્ય આરતીનો લાભ શ્રદ્ધાળુઓને મળશે. ઉપરાંત રાત્રે ૧૦ વાગ્યે દાદાની દ્વિતીય આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી શ્રદ્ધાળુઓ દાદાની આરતીનો લાભ લઈ શકશે જેથી કરીને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા લોકોને દાદાના દર્શન અને પૂજન અર્ચનનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News