સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જુગાર રમતી ચાર મહિલાઓની ધરપકડ


SHARE





મોરબીમાં જુગાર રમતી ચાર મહિલાઓની ધરપકડ

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફ રાઉન્ડમાં હતો તે દરમિયાન શહેરના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી નજીક આવેલ રામકુવા પાસે જાહેરમાં મહિલાઓ જુગાર રમી રહી હતી જેથી કરીને તેઓની પોલીસે રોકડ રૂપિયા સાથે ધરપકડ કરવામાં આવી હતી

મોરબી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સ્ટાફ સામેકાંઠે ત્રાજ પરખારી નજીક આવેલ રામકુવા પાસે રાઉન્ડમાં હતો તે દરમિયાન ત્યાં જાહેરમાં જીજ્ઞાબેન રમેશભાઈ સાંતોલા (૩૦), ભાનુબેન અશોકભાઈ સનુરા (૩૬), મંજુબેન ધીરુભાઈ રાઠોડ (૪૨) રહે ત્રણેય ત્રાજપર ખારી અને મધુબેન રમેશભાઈ ગણેશિયા (૪૦) રહે. કાલિકાનગર મોરબી વાળા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહ્યા હોય ચારેય મહિલાઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો હતો અને રોકડા રૂપિયા ૭૪૫૦ સાથે ચારેયની ધરપકડ કરવામાં આવી હતી.

મારામારીમા ઈજા 

મોરબીના મહેન્દ્રપરા શેરી નં-૨૧ માં રહેતા આમદભાઈ જુમાભાઇ ગાલબ (૭૦), હલીમાબેન આમદભાઈ (૬૫) અને શાહીન મુસ્તાકભાઈ (૩૦) નામના ત્રણ લોકોને ઇજાઓ તથા સિવિલે સારવારમાં લઈ જવાયા હતા જ્યાંથી આમદભાઈ જુનાભાઈને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં મોરબી સીટી એ ડવિઝન પોલીસ મથકના એચ.એમ. ચાવડા દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે, આમદભાઈના દીકરાની વહુ રેસમાંબેન ઇમરાનભાઈ છેલ્લા થોડા સમયથી રિસામણે હોય અને બાદમાં બે દિવસ પહેલા જ પરત આવી હતી તેઓને તેમના સાસુ હાલીમાબેન સાથે બોલાચાલી ઝઘડો થયો હતો ત્યારે તેઓ વચ્ચે પડ્યા હતા અને ઝપાઝપી દરમિયાન દરવાજો માથાના ભાગે લાગી જતા તેઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા રૂપલબેન ડાયાભાઈ અદગામા નામની ૩૬ વર્ષીય મહિલાને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સિવિલે સારવાર માટે ખસેડવામાં આવી હતી અને બનાવને પગલે હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પ્રમાણે તથા ધરી છે.

દવા પી જતા સારવારમાં

મોરબીના વાઘપરા શેરી નં-૬ માં રહેતી હેતલબેન મનસુખભાઈ પરમાર નામની ૪૨ વર્ષની મહિલા કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેને અત્રે મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી જ્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કરિયા સોસાયટીમાં રહેતા વિક્રમસિંહ જીવુભા ઝાલા નામના ૪૩ વર્ષીય યુવાન કોઈ કારણોસર કોઈ દવા પી જતા તેઓને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા આ બંને બનાવો સંદર્ભે હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈએ તપાસ હાથધરી છે.




Latest News