સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ કરી અજંતા કલોકની મુલાકાત


SHARE





મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ કરી અજંતા કલોકની મુલાકાત

શિક્ષણની સાથે પ્રેકટીકલ પ્રવૃત્તિમાં પણ અગ્રેસર રહેતી એકમાત્ર કોમર્સ સ્કૂલ અને શિક્ષણ જગતમાં હર હંમેશ નવું આપનાર નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા અજંતા ઇન્ડિયા લમિટેડની મુલાકાત કરવામાં આવી હતી.

'નળિયું,તળિયું અને ઘડિયું' નાં સૂત્રથી પ્રખ્યાત એવા આપણા મોરબીનું નાક ગણાતો ઉદ્યોગ એટલે અજંતા કલોક જેમણે સ્ત્રીઓને રોજગાર પૂરું પાડી, વિશ્વકક્ષાએ પોતાનું નામ ઉજ્જવળ કર્યું.જેમનો દેશની અર્થવ્યવસ્થામાં પણ અમૂલ્ય ફાળો રહ્યો છે.આવા ઉદ્યોગથી પરિચિત કરવા હરહંમેશની જેમ મોખરે રહેતી નીલકંઠ કોમર્સ સ્કૂલનાં ધોરણ ૧૧-૧૨ કોમર્સનાં વિદ્યાર્થીઓએ અજંતા કલોકની મુલાકાત લીધી અને અનેક પ્રકારની જ્ઞાનસભર માહિતી મેળવી હતી. જેમાં વિદ્યાર્થીઓ ઉત્પાદનથી માંડીને વેચાણની પદ્ધતિથી માહિતગાર બન્યા હતા.વધુમાં આકર્ષક ઓફરનો લાભ લઇ ઘડિયાળની ખરીદી કરી સ્વદેશી બનાવટને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતુ.

આ કંપની વિઝીટનો હેતુએ હતો કે કંપની વિજીટ થકી વિદ્યાર્થીઓને કંપનીની સ્થાપના, કાર્યપદ્ધતિ, સક્સેસ સ્ટોરી, મેનેજમેન્ટ, ઉત્પાદન, માર્કેટિંગ વગેરે આયામોથી માહિતગાર કરવામાં આવે છે.જેથી તેમના વિચારોને નવી દિશા મળે અને પોતાના સપના ઓ સાકાર કરવામાં મદદરૂપ થાય.અજંતા ઇન્ડિયા લમિટેડના હોદ્દેદારો દ્વારા વિદ્યાર્થીઓને સેલ્સ, ખરીદી, ફાઈનાન્સિયલ, પ્રોડક્શન વગેરે ડિપાર્ટમેન્ટની કાર્ય પધ્ધતિથી માહિતગાર કરાવવામાં આવ્યા અને ભવિષ્યમાં સફળ બિઝનેસમેન કઈ રીતે બનવું તેના વિશે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી હતી




Latest News