મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીની શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે દર બુધવારે સગર્ભા બહેનોની ફ્રીમાં તપાસ-સોનોગ્રાફી કરાશે 


SHARE











મોરબીની શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે દર બુધવારે સગર્ભા બહેનોની ફ્રીમાં તપાસ-સોનોગ્રાફી કરાશે 

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં રામધન આશ્રમ સામે આવેલ શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે દર બુધવારે ફ્રીમાં સગર્ભા બહેનોની તપાસ કરવામાં આવશે અને સોનોગ્રાફી પણ કરી આપવામાં આવશે અને આ હોસ્પિટલમાં હાલમાં જુદાજુદા વિભાગમાં નિષ્ણાંત તબીબો દ્વારા તમામ દર્દીઓનું નિદાન કરવામાં આવી રહ્યું છે

મોરબીની જાણીતી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા રામધન આશ્રમની સામે મહેન્દ્રનગર રોડ ઉપર પ્રભુકૃપા ટાઉનશીપ સામે સુભાષ પાર્કમાં આવેલ શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે અને શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ૨૪ x ૭ કલાક ઇમર્જન્સી સારવાર ઉપલબ્ધ છે. અને આ હોસ્પિટલ કારખાનામાં થતી ઇજાના સમયે દર્દીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવે છે અને હાડકા, જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ગાયનેક, બાળરોગ, ન્યુરોસર્જરી, દાંત, કસરત, રેડીયોલોજી સહિતના વિભાગ કાર્યરત છે. અને હવેથી દર બુધવારે શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ૧૦ વર્ષના અનુભવી સ્ત્રી રોગ-પ્રસુતિના નિષ્ણાંત ગાયનેકોલોજીસ્ટ ડો. વિશ્વા કોટેચા દ્વારા સગર્ભા બહેનોની ફ્રીમાં તપાસ કરીને સોનોગ્રાફી પણ કરી આપવામાં આવશે અને તેના માટેનો સમય સવારે ૯થી ૧ અને સાંજે ૫ થી ૮ રહેશે દર બુધવારે દાંતના દર્દીઓને પણ ફ્રીમાં ડૉ ચાંદની ખાનપરા દ્વારા ચેકઅપ કરી આપવામાં આવશે  

આ હોસ્પિટલમાં હાલમાં ઓર્થોપેડિક વિભાગમાં ડો. પ્રહલાદ ઉધરેજા (ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન) અને ડો. સાગર ખાનપરા (જોઈન્ટ રિપ્લેસમેન્ટ એન્ડ કોમ્પલેક્ષ ટ્રોમા સર્જન), મેડિસિન એન્ડ ક્રિટિકલ કેર વિભાગમાં ડો. વૈભવ દફ્તરી (મેડિસિન), ડો. વિવેક પટેલ (આઇસીયુ એન્ડ ક્રિટિકલ કેર), જનરલ સર્જરી વિભાગમાં ડો. રવિ કોટેચા (જનરલ સર્જન અને લેપ્રોસ્કોપી સર્જન), ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી વિભાગમાં ડો. વિશ્વા કોટેચા (સ્ત્રી રોગ-પ્રસુતિના નિષ્ણાંત- ગાયનેકોલોજીસ્ટ), પીડિયાટ્રિક્સ વિભાગમાં ડો. કરણ સરડવા (બાળરોગ તથા નવજાત શિશુ નિષ્ણાંત), ન્યુરોસર્જરી વિભાગમાં ડો. પાર્થ સોરઠીયા (ન્યુરો સર્જન) ફિઝિયોથેરાપી વિભાગમાં ડો. બ્રિજેશ કૈલા ( કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપીસ્ટ), ડેન્ટિસ્ટ્રી વિભાગમાં ડો. ચાંદની ખાનપરા ( દાંત તથા પેઢાના રોગોના નિષ્ણાંત), ડો.મનોજ કૈલા (દાંત તથા પેઢાના રોગોના નિષ્ણાંત) ડૉ.વિનોદ કૈલા (સીનીયર જોઇન્ટ રિપ્લેસમન્ટ સર્જન), ડૉ. ભરત કૈલા (સીનીયર જનરલ ફીઝિસિયન) સેવા આપી રહ્યા છે

આ હોસ્પીટલમાં આઇસીયુ, મેડિકલ સ્ટોર, એક્સ રે, સીટી સ્કેન, એનઆઈસીયુ, એમ્બ્યુલન્સ, સોનોગ્રાફી, ઓપરેશન થિયેટર, લેબોરેટરી, ઇન્સ્યોરન્સ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અને વધુ વિગત માટે ઇમરજન્સી નંબર ૯૭૨૭૫ ૨૭૫૫૫ ઉપર સંપર્ક કરવાનો રહેશે






Latest News