મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાહ સરકારી તંત્ર : મોરબીના સામાકાંઠે રોડ ઉપર આવેલા ખાડામાં બાઇક સ્લીપ થતા યુવાન સારવારમાં


SHARE







વાહ સરકારી તંત્ર : મોરબીના સામાકાંઠે રોડ ઉપર આવેલા ખાડામાં બાઇક સ્લીપ થતા યુવાન સારવારમાં

મોરબીમાં અગાઉ પાટીદાર અનામત આંદોલનના લીધે સત્તા પરિવર્તન થયું હતું અને કોંગ્રેસ તમામ જગ્યાએ સત્તા ઉપર આવી હતી અને તેણે કરેલા શાસનથી ત્રાંસી ઉઠેલા મોરબીવાસીઓએ ગત ચુંટણીમાં ભાજપ તરફે જંગી મતદાન કર્યું હતું જેથી કરીને મોરબી નગરપાલિકામાં તમામ સીટ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહીત જીલ્લામાં સર્વત્ર ભગવો લહેરાયો હતો જોકે હાલ સ્થિતિ એવી છે કે ભાજપના અણધણ શાસનથી પણ લોકો ત્રાંસી ગયા છે કારણકે શહેરના અને હાઇવે ઉપરના અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના રોડના કચરઘાણ બોલી ગયા છે છતાં પણ તેને યોગ્ય સમારકામ કરવામાં આવતું ન હોય અને જે કામ કરવામાં આવે તેમા પણ સુવિધાને બદલે દુવિધા વધે તેવા કામો કરવામાં આવતા હોય લોકોએ વારંવાર હાલાકીનો સામનો કરવો પડે છે.ખરાબ રસ્તાઓને લીધે થતા અકસ્માતોમાં ઘણીવાર લોકોએ જીવ ગુમાવવા પડે છે અથવા તો કાયમી ખોટખાપણ સહન કરવી પડે તેવા બનાવો છાશવારે નજરમાં આવી રહ્યા છે તેમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન સામે આવેલ ગાંધી સોસાયટીમાં રહેતો હેમંત દેવશીભાઈ ભંખોડીયા નામનો ૪૮ વર્ષનો યુવાન મહારાણા સર્કલથી સોઓરડી તરફ જતો હતો ત્યારે રસ્તામાં તેના બાઇકની આડે ખરાબ રોડના લીધે ખાડો આવતા બાઈક પલ્ટી મારી ગયું હતું જેથી કરીને ઈજાગ્રત થયેલ હેમંત ભંખોડીયાને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર સિનેમા પાછળના વિસ્તારમાં રહેતો મિલન પરસોતમભાઈ વરાણીયા નામનો ૨૮ વર્ષીય યુવાન કુબેર ચોકડી પાસેથી જતો હતો ત્યાં તેને રીક્ષા ચાલકે હડફેટે લેતા ઇજાગ્રત થયેલા મિલન વરાણીયાને અત્રે આયુષ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

છરી વડે ઈજા

મોરબીના પંચાસર રોડ ઉપર ભારતપરા વિસ્તારમાં રહેતા અસ્લમ ગફારભાઈ માકડીયા નામના ૪૨ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં છરી વડે થયેલ હુમલામાં ઇજા પહોંચતી હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.તેમજ મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસે આવેલ નટરાજ હોટલ ખાતે રહીને કામકાજ કરતા લક્ષ્મણ કેશુભાઈ ચૌહાણ નામના 17 વર્ષે યુવાનને હોટલ નજીક કોઈ ઝેરી જનાવર કરી જતા તેને સારવાર માટે સિવિલેખ હશે ડાહ્યો હતો. વાહન અકસ્માતમાં આવી જા મોરબીના સામા કાંઠે નેશનલ હાઈવે ઉપર કુબેર સિનેમા નજીક રહેતા ઈશ્વરભાઈ બેચરભાઈ સનુરા નામના 35 વર્ષે યુવાનને ચોકડી પાસે આવેલ રામકુવા નજીક સર્વિસ રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઈજા તથા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું.




Latest News