મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે પટેલ યુવાન ઉપર આઠ શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો: રાયોટિંગનો ગુનો નોંધાયો


SHARE







મોરબીના જેતપર ગામે પટેલ યુવાન ઉપર આઠ શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો: રાયોટિંગનો ગુનો નોંધાયો

મોરબી નજીકના જેતપર ગામે નજીકની વાતમાં યુવાન ઉપર આઠ શખ્સો દ્વારા છરી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેની કારમાં પણ તોડફોડ કરવામાં આવે છે તેમજ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઠ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા રાજેશભાઈ ભૂદરભાઈ કંડિયા જાતે પટેલ (ઉંમર ૩૮) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અબ્દુલભાઈ નથુભાઈ કેડા, અબ્દુલભાઈનો દીકરો ભૂરો, અબ્દુલભાઈનો દીકરો ઈમ્તિયાઝ, અસલમ હનીફ, અબ્દુલભાઈનો ભત્રીજો અકીલ, અબ્દુલભાઈનો ભત્રીજો સાહિલ, તુફાન ઓસમાણ અને હુસેન ઓસમાણની સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓ જેતપર ગામે પોતાની કાર લઈને ચામુંડા પાન પાસે ઉભા હતા ત્યારે અબ્દુલભાઈનો દીકરો ભૂરો ત્યાં આવ્યો હતો અને મારા ભાઈ ઉપર કેમ ગાડી નાખેલ છે તેમ કહીને ગાળો આપી હતી અને કારમાં ધોકો મારીને કાચ તોડી નાખ્યો હતો ત્યારબાદ ચાર બાઈકમાં બાકીના આરોપીઓ ત્યાં આવ્યા હતા તેઓના હાથમાં છરી ધોકા જેવા હથિયાર રાખ્યા હતા અને તેના વડે સ્વીફ્ટ કાર નંબર જીજે ૧૮ બીબી ૯૯૪૦ ના કાચમાં તોડફોડ કરીને નુકસાન કર્યું હતું

ત્યારબાદ અબ્દુલ નથુ કેડાએ તેના હાથમાં રહેલ છરી વડે રાજેશ કંડિયાને હાથે પગે છરીના ઘા ઝીકયા હતા અને તેના દીકરા ભૂરાએ તેના હાથમાં રહેલ ધોકા વડે માર માર્યો હતો તેવી જ રીતે તુફાન ઓસ્માણે પણ ધોકા વડે ફરિયાદીને માર માર્યો હતો અને અબ્દુલ નથુ કૈડાએ રાજેશ કંડિયાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઈજા પામેલા રાજેશ ભુદરભાઈ કંડિયાને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા પછી તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઠ શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મારમારીમાં ઇજા

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુ કૃપા ટાઉનશીપ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા શખ્સ દ્વારા ગિરીશભાઈ મનસુખભાઈ માલાસણા (ઉંમર ૩૦) ને માર મારવામાં આવતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને મારામારીના બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

પત્નીએ મારમાર્યો

મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા નીતિનભાઈ જેઠાભાઈ સાગઠીયા (ઉમર ૪૦) તેના ઘરે હતા ત્યારે તેની પત્નીએ માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલા નીતિનભાઈ સાગઠીયાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

સાસુ વહુ વચ્ચે મારામારી

મોરબીના વિસ્તારની અંદર આવેલ વિજયનગરમાં સાસુ વહૂની વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સાસુ શાંતિબેન રવજીભાઈ પઠાણ (ઉંમર ૪૮) ને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો વહુ શિલ્પાબેન અનિલભાઈ પઠાણ (ઉંમર ૩૦) ફીનાઈલ પી જતા તેને સારવારમાં ખસેડવામાં આવેલ છે તેવું પોલીસે જણાવ્યુ છે અને આ બનાવની જાણ બી ડિવિઝન પોલીસ સ્ટેશને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News