મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના ઉપપ્રમુખના વોર્ડમાં તહેવારો ટાણે જ અંધારપટ: મહેશ રાજ્યગુરૂ


SHARE











મોરબી પાલિકાના ઉપપ્રમુખના વોર્ડમાં તહેવારો ટાણે જ અંધારપટ: મહેશ રાજ્યગુરૂ

મોરબી શહેરની એ ગ્રેડની ભાજપ સાસિત નગરપાલિકા જાણે ફક્ત અને ફક્ત તાયફાઓ કરી પ્રજાના પૈસાનો ગેર ઉપયોગ કરતી હોય તેવો આક્ષેપ મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી દ્વારા કરવામાં આવ્યો છે કેમ કે, હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસમાં મોરબી નગરપાલિકા વોર્ડ નં-૩ માં છેલ્લા ઘણા દિવસોથી નગરપાલિકાની ઘણી સ્ટ્રીટ લાઇટો બંધ છે જેથી આ વોર્ડમાં તહેવાર ઉપર અંધકાર છવાયેલો છે

મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરૂએ જણાવ્યુ છે કે, નટરાજ ફાટકથી વેજીટેબલ સુધી  મેઇન રોડ ઉપર લાઈટો બંધ !, તેવી જ રીતે સોસાયટીમાં આશરે ૭૦ ટકા  જેટલી લાઇટો બંધ !, તો પણ તેને રીપેર કરવામાં આવી રહી નથી અને તહેવાર ઉપર શેરી ગાલ્લીઓમાં અંધકાર છે તો પછી પ્રજા નગરપાલિકામાં જે ટેક્સ ભરે છે તે રકમનો ઉપયોગ શું માત્ર તાયફઓ કરવા માટે જ કરવામાં આવે છે તેવો અણીદાર સવાલ પણ કર્યો છે શા માટે આ વોર્ડના લોકોને પાલિકા દ્વારા સારી પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી

શહેરના મોટાભાગના વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તા ઉપર ખાડા છે જેથી કરીને લોકોના વાહન લઈને જવું તો ઠીક પરણતું ચાલીને જવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યારે આ રસ્તા ઉપરથી કોઈ બીમાર વ્યકતી કે સગર્ભા મહિલાને વાહનમાં દવાખાને લઈ જવાના થાય તો તે દર્દીની તકલીફ પણ વધી જાય છે અને લોકોના વાહનોમાં પણ નુકશાની આવે છે આમ પાલિકાના નીંભર અને અણઆવડત ભર્યા વહીવટથી પ્રજા થાકી ગયેલ છે અને વોર્ડ નંબર ૩ માંથી જ પાલિકાના ઉપપ્રમુખ ચૂંટાયેલ છે તો પણ આ વિસ્તાર પ્રત્યે કેમ ઓરમાયું વર્તન રાખવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે

વધુમાં તેમણે કહ્યું છે કે, મોરબીની પ્રજાએ ભાજપને બાવને-બાવન સદસ્ય ચૂટવીને પાલિકાનો "વહીવટ" સોપેલ પરંતુ સતા ચલાવતા નથી આવડતું એવા લોકો સત્તામાં છે જેથી કરીને લોકોની સમસ્યાઓ ઉકેલવાના બદલે વધી રહી છે જેથી કરીને કમિશનની ચિંતા કર્યા વગર સારા કામ કરવામાં આવે તેવી માંગ કરેલ છે હાલ મોરબી શહેરમાં નકાર્ગાર જેવી પરિસ્થિતિમાં ફેરવાઈ ગયેલ છે. ત્યારે વોર્ડ નંબર ૩ તેમજ શહેરના તમામ વોર્ડમાં બંધ પડેલી સ્ટ્રીટ લાઈટ ઝડપથી ચાલુ કરવામાં આવે તેવી કોંગ્રેસનાં આગેવાને માંગ કરી છે






Latest News