વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં આજથી એક કે બે નહીં પરંતુ ચાર ખાનગી મેળા શરૂ


SHARE







મોરબીમાં આજથી એક કે બે નહીં પરંતુ ચાર ખાનગી મેળા શરૂ

સૌરાષ્ટ્રમાં લોકો જન્માષ્ટમીના તહેવાર ઉપર લોકમેળાની રાહ જોતાં હોય છે જો કે, મોરબીના પાલિકા દ્વારા કોઈ મેળાનું આયોજન કરવામાં આવ્યું નથી પરંતુ મોરબીના લોકોને નિરાશ થવાની જરૂર નથી કેમ કે, જુદીજુદી ચાર જગ્યાઓ ઉપર લોકમેળાના આયોજન  કરવામાં આવેલ છે

જન્માષ્ટમીના પર્વની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે કારણ કે ત્યારે લોકમેળાના ઠેરઠેર આયોજન થતા હોય છે અને તેમાં લોકો ફજેત, ફાળકા સહિતની રાઇડોમાં બેસવાની મજા માણતા હોય છે આ વર્ષે જન્માષ્ટમીના લોકમેળાનું મોરબી પાલિકા દ્વારા કોઈ આયોજન કરવામાં આવ્યું નથી જો કે, મોરબીના લોકોને મેળાની મોજ મળે તે માટે થઈને એક કે બે નહીં પરંતુ ચાર લોક મેળાનું આયોજન મોરબીમાં કરવામાં આવ્યું છે આજથી મોરબી શહેરમાં જુદાજુદા ચાર ખાનગી મેળા શરૂ થયા છે જેમાં મોરબીના શનાળા ગામ પાસે આવેલ રાજપૂત સમાજ વાડીના મેદાનમાં જન્માષ્ટમીના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અવનવી રાઈડ રાખવામા આવી છે તેવી જ રીતે મોરબીના બાયપાસ રોડ ઉપર યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા મેળાનું આયોજન કરાયું છે જેમાં અવનવી રાઈડ તેમજ સ્ટોલ રાખવામા આવેલ છે આ ઉપરાંત મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે તેમજ મહેન્દ્રનગર ચોકડી પાસે જુદાજુદા બે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આમ પાલિકાએ લોકોના મનોરંજન માટે ભલે મેળાનું આયોજન ન કર્યું હોય પરંતુ લોકોને નિરાશ થવાની જરૂર નથી કેમ કે, મોરબીમાં જુદાજુદા ચાર ખાનગી મેળા આજથી ચાલુ થઈ ગયા છ




Latest News