વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના ત્રિલોકધામ મંદિરના સ્થાપક પ્રાગજીભાઈ બાવરવા શ્રાવણમાસ નિમિત્તે જુનાગઢ વિશ્વંભર મહાદેવના સાનિધ્યમાં


SHARE







મોરબીના ત્રિલોકધામ મંદિરના સ્થાપક પ્રાગજીભાઈ બાવરવા શ્રાવણમાસ નિમિત્તે જુનાગઢ વિશ્વંભર મહાદેવના સાનિધ્યમાં

"ગીર તળેટીને કુંડ દામોદર...ભવનાથે ભોળો શિવ, ભવસાગર પાર ઉતારજો..તારે શરણે આવે જે જીવ." મોરબીના નવલખી રોડ કુબેરનગર વિસ્તારમાં આવેલ શ્રી ત્રિલોકધામ મંદિરના સ્થાપક અને ઉમા રિસોર્ટ ચલાવતા તેમજ કલામંદિર થકી વિવિધ ધાર્મિક કલાત્મક મૂર્તિઓ બનાવવાનું કામકાજ કરતા પ્રાગજીભાઈ બાવરવા શરૂઆતથી ધાર્મિકવૃતિ ધરાવતા હોય તેઓ દ્વારા શહેરમાં બેનમૂન કહી શકાય તેવા તેમજ જોવા ફરવા લાયક સ્થળ એવા ત્રિલોકધામ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓએ આ પ્રકારે ભગવાનની અનેક મૂર્તિઓ બનાવવા માટે કલામંદિર તરીકે કામકાજ શરૂ કર્યું અને હાલ ઉમારીસોર્ટમાં પણ તેઓ કાર્યરત છે.છેલ્લા પંદર વર્ષથી તેઓ દર શ્રાવણ મહિને કોઈને કોઈ જગ્યાએ આખો મહિનો રોકાઈને શિવ અનુષ્ઠાન કરતા હોય છે.તે રીતે જ આ વર્ષે તેઓ જુનાગઢ ખાતે આવેલ વિશ્વંભર મહાદેવ કે જ્યાં જુનાગઢના એકમાત્ર સ્ફટિકના શિવલિંગ આવેલા છે ત્યાં રહીને સમગ્ર મહિના દરમિયાન શિવ આરાધના કરવામાં આવી રહી છે.

મોરબીના ત્રિલોકધામ મંદિરના સ્થાપક પ્રાગજીભાઈ બાવરવા હાલ મોરબીથી ગિરનારની ગોદમાં કે જયાં ૮૪ સિધ્ધ અને નવનાથના બેસણા છે તેવા ગરવા ગિરનારની ગોદમાં આવેલ અનંત વિભૂષિત મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ વિશ્વંભર ભારતી મહારાજ અને રાષ્ટ્રીય સંત ગણાતા મોરારીબાપુના હસ્તે શ્રી ભારતી આશ્રમ જુનાગઢ ખાતે તા.૨૬-૨-૨૦૦૬ ના રોજ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે શ્રી વિશ્વંભર મહાદેવની સ્ફટિકના શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. ફક્ત જૂનાગઢમાં આ એક જ જગ્યાએ સ્ફટાકના શિવલીંગ હોય તેનો અનેરો મહિમા છે એટલા માટે જ શ્રી વિશ્વંભર મહાદેવના સાનિધ્યમાં શ્રવણ માસનો એક મહિનો શિવ અનુષ્ઠાન કરવા માટે તેઓ ત્યાં રોકાયેલા છે.મોરબીના ત્રિલોકધામ મંદિરના સ્થાપક અને ઉમા રિસોર્ટવાળા પ્રાદજીભાઇ આમ તો વર્ષ ૨૦૦૭ થી અનુષ્ઠાન કરી રહ્યા છે છેલ્લા ૧૫ વર્ષથી દર શ્રાવણમાસમાં શિવ અનુષ્ઠાન કરતા હોય છે માટે આ વર્ષે સિદ્ધ સંતોની ભૂમિ ગણાતા જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલ ભારતી આશ્રમના શ્રી વિશ્વંભર મહાદેવ ખાતે તેઓએ શિવ અનુષ્ઠાન કરવા માટે આખો મહિનો અહિં રોકાયા છે અને મહાદેવની સેવા પૂજા તેઓ કરી રહ્યા છે.જ્યાં હજારો શિવ ભક્તો દરરોજ જય ભોલેનાથ.. હર હર મહાદેવના નાદથી તળેટીને ગુંજાવી રહ્યા છે એ જગ્યાએ સમગ્ર શ્રાવણમાસ મહાદેવની સેવા પૂજા કરવાનું તેઓને સૌભાગ્ય પ્રાપ્ત થયું જે બદલ તેઓ પોતાની જાતને ધન્યતા અનુભવે છે.




Latest News