વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

પ્રેરણાદાયી : મોરબી પાલિકાના પ્રથમ મહિલા પ્રમુખના પૌત્રના જન્મદિવસે બે શહીદ પરિવારોને રોકડ સહાય


SHARE







પ્રેરણાદાયી : મોરબી પાલિકાના પ્રથમ મહિલા પ્રમુખના પૌત્રના જન્મદિવસે બે શહીદ પરિવારોને રોકડ સહાય

મોરબી નગરપાલિકાના પ્રથમ મહિલા પ્રમુખ દિનાબા જાડેજા તેમજ પાણીપુરવઠા વિભાગના નિવૃત ડેપ્યુટી એન્જિનિયરના જયવંતસિંહ જાડેજાના પુત્ર તેમજ મોરબીમાં આવેલ વીઆઈ સ્ટોરવાળા અભિજીતસિંહ જયવંતસિંહ જાડેજાના પુત્ર તીર્થરાજસિંહ જાડેજાનો તા.૧૫ મી ઓગસ્ટના રોજ પ્રથમ જન્મદિવસ હોય તે નિમિત્તે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેક કટીંગ કર્યા બાદ અન્ય લોકોને પણ પ્રેરણા મળે તે હેતુથી જાડેજા પરિવાર દ્વારા બે શહીદ પરિવારને આર્થિક સહાય કરવામાં આવી હતી.

જેમાં જાડેજા પરિવારના કુળદિપક તીર્થરાજસિંહના પ્રથમ જન્મદિવસ નિમિત્તે સિકકીમાં ફરજ બજાવતા સમયે શહીદ થયેલા મૂળ વણઝારીયા ગામના વતની શહીદ હિતેશભાઈ પરમારના પરિવારજનોને તેમજ જમ્મુ કશ્મીરના પુંછ સેક્ટરમાં ફરજ દરમિયાન શહીદ થયેલા મૂળ ઘડિયા ગામના વતની શહીદ હરિસિંહ પરમારના પરિવારજનોને રૂા.૧૧,૧૧૧ ના ચેક આપીને શહીદ પરિવાર પ્રત્યે સાંત્વના દાખવવામાં આવી હતી.પુત્રના જન્મદિવસની આ પ્રકારે પ્રેરણાદાયી ઉજવણી બદલ જાડેજા પરિવારને ઠેરઠેરથીઅભિનંદન મળી રહ્યા છે.




Latest News