મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર અને હળવદમાં જુગારની સાત રેડમાં ૩૯ જુગારી ૧.૪૨ લાખના મુદામાલ સાથે પકડાયા


SHARE











મોરબી, વાંકાનેર અને હળવદમાં જુગારની સાત રેડમાં ૩૯ જુગારી ૧.૪૨ લાખના મુદામાલ સાથે પકડાયા

મોરબી, વાંકાનેર અને હળવદમાં જુગારની જુદીજુદી સાત રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૩૯ જુગારી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી કુલ ૧.૪૨ લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો અને જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી

ચરાડવા જુગાર

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં સમલી જવાના રસ્તા ઉપર ફારુકભાઈ મુલતાનિની વાડીના ઢાળિયા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્રિભોવનભાઈ છગનભાઈ સોનગ્રા, હકાભાઇ સલાભાઇ સાટકા, જગાભાઈ મયાભાઈ રાવા, બેચરભાઈ કરમશીભાઈ ગોલતર અને ફારુકભાઈ અલીભાઈ મુલતાની જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૭૧૨૦૦ ની રોકડ કબજે કરી હતી

પલાસ જુગાર

વાંકાનેર તાલુકાના પલાસ ગામે સવધણભાઈના ઘર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર હિતેશભાઈ સવધણભાઈ કુણપરા, મુનાભાઇ વાઘજીભાઈ ચતરોટીયા, મુન્નાભાઈ ગોવિંદભાઈ ગમારા, અશોકભાઈ ભૂપતભાઇ શેટાણીયા, હેમુભાઈ ઝીણાભાઈ કુણપરા, મુન્નાભાઈ ઉર્ફે મનાભાઈ દિનેશભાઈ કુણપરા, વિષ્ણુભાઈ સતાભાઇ ગમારા અને સવધણભાઈ ઉર્ફે મુન્નાભાઈ ખોડાભાઈ કુણપરા જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૧૨૦૦ ની રોકડ કબજે કરી હતી

ઇન્દિરાનગર જુગાર

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન સામેના ભાગમાં આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા રમેશભાઈ રામજીભાઈ વરાણીયા, કિશોરભાઈ કાનજીભાઈ સુરેલા, ભરતભાઈ ગોરધનભાઈ કેરવાડીયા અને રાકેશભાઈ રમેશભાઈ ઉઘરેજા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૧૭૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ખાટકીવાસ જુગાર

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે તેઓએ શહેરના ખાટકીવાસ વિસ્તારમાં આવેલ બારશાખ રજપૂત શેરીમાં રહેતા મકબુલ હનીફભાઈ ઉર્ફે મમુભાઈ કાસમાણી જાતે મેમણ (૨૫) ના મકાનમાં રેડ કરી હતી ત્યારે તેઓના ઘરના ડેલાની ઓરડીમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવીને જુગાર રમાડવામાં આવતો હોવાનું જાણવા મળતા ઘરધણી મકબુલ હનીફ કાસમાણી તેમજ કાદીર સલીમ બાનાણી જાતે મેમણ (૨૫) રહે.ખાટકીવાસ, યાસીન રજાક બકાલી જાતે મેમણ (૩૨) રહે.ખાટકીવાસ, અશોક નવીનચંદ્ર સરવૈયા જાતે દરજી (૩૧) રહે.ખાટકીવાસ, કનૈયાલાલ અમૃતલાલ ચાવડા જાતે રજપુત (૩૦) રહે.પખાલી શેરી અને ઈકબાલ હૈદર શેખ (૨૫) રહે.ખાટકીવાસ વાળાઓ જુગાર રમી રહ્યા હોય તેઓની રોકડા રૂા.૨૧,૦૦૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

ઉંચીમાંડલ જુગાર

મોરબી તાલુકા પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે તેઓએ મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે જીઓ બાથ સેનેટરી વેર્સ નામના કારખાના પાસે રેડ કરી હતી.જ્યાં જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો હોય સ્થળ ઉપરથી તાલુકા પોલીસ સ્ટાફે જેરામ જાદવ વાઘેલા જાતે કોળી (૩૧) રહે.સોનીસ્ટો સીરામીક માંડલ રોડ મૂળ રહે.ગૌતમગઢ જી.સુરેન્દ્રનગર, ભરત ધીરૂ પરમાર (૨૨) રહે.હાલ જીઓ બાથવેર સેનેટરીવેર્સ મૂળ રહે.રાણીંગપર તા.જસદણ, મોઇન યુસુફ મલેક જાતે સિપાઈ (૨૩) રહે. શોભેશ્વર રોડ સામાકાંઠે મોરબી-૨, કલ્પેશ જયંતિ મકવાણા (૨૨) રહે.સેનીસ્ટો સિરામિક લેબર ક્વાટર માંડલ રોડ મોરબી-૨, કરણ બાલુ રાઠોડ (૨૩) રહે.ઘુંટુ તા.મોરબી, અનિલ કેશુ ધંધુકિયા જાતે કોળી (૨૪) રહે.મોટા દહીંસરા, પ્રવીણ લક્ષ્મણ સલાણી જાતે કોળી (૩૦) રહે.પીપળી રોડ મારૂતિ સોસાયટી મૂળ રહે. ભીમાસર જી.કચ્છ અને નિરંજન સાર્થક ફૂલહારી (૨૩) રહે.જીઓલાઈટ સીરામીક પાસે ઘુંટુ તા.મોરબી મૂળ રહે.નારણપુરા ઓડિસાની રોકડા રૂા.૧૬,૭૪૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી અને જુગાર ધારા હેઠળ ગુનો નોંધાયો હતો.

ઉમિયાનગર જુગાર

મોરબી સીટી બી ડિવિઝન પોલીસને મળેલ બાતમીને આધારે તેઓના સ્ટાફે મોરબીના સામાકાંઠે આવેલ સિરામીક સીટી પાસેના ઉમિયાનગર વિસ્તારમાં રેડ કરી હતી.જ્યાં જાહેરમાં બે જુદાજુદા ફીલ્ડમાં જુગાર રમી રહેલા કુલ આઠ પતા પ્રેમીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.જેમાં સીરામીક સીટી પાછળ આવેલ ઉમિયા સોસાયટીમાં રહેતા સિધ્ધરાજ કેશુ ગળધરીયાના ઘર પાસે જાહેરમાં જુગાર રમી રહેલ ઘરધણી સિધ્ધરાજ તેમજ વિક્રમ જેરામ દુદકીયા રહે.ઉમીયાનગર, જયંતિ પ્રભુ સનુરા રહે.જવાહર સોસાયટી અને સંજય ઉર્ફે ચનો સવજી કુંવરીયા રહે.ત્રાજપર મોરબી વાળાઓની રોકડા રૂા.૩૯૬૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે બાજુમાં જ જુગાર રમી રહેલ પ્રકાશ નારણભાઈ, કિશોર નરસીભાઇ, ગાંડુ નોંઘાભાઈ રાતડીયા અને કાનજી ઘનશ્યામભાઈ ઝંઝવાડીયા પણ જાહેરમાં જુગાર રમી રહ્યા હોય તેઓની રોકડા રૂા.૬૨૫૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી.






Latest News