તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક કારખાનામાંથી આજથી એક મહિનો લોડીંગ બંધ


SHARE











મોરબીના સિરામિક કારખાનામાંથી આજથી એક મહિનો લોડીંગ બંધ

મોરબીની આસપાસના વિસ્તારમાં સીરામીકના નાના મોટા ૮૦૦ થી વધુ યુનિટ આવેલા છે જેને ગત તા. ૧૦ થી બંધ કરવામાં આવેલ છે અને તા ૧૫ ઓગસ્ટથી એક મહિના સિરામિકના કારખાનામાં લોડીંગ બંધ કરવામાં આવ્યું છે જેથી કરીને આજથી સિરામિકની સાથોસાથ હવે ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ એક મહિના માટે બંધ કરવામાં આવેલ છે જેથી કરીને ઉદ્યોગના લીધે સતત ટ્રાફિકથી ધમધમતા મોરબીના હાઇવે રોડ સૂમસામ બની જશે અને હાઇવે સહિતના વિસ્તારોમાં આવેલ હોટલ, ઢબા, ઓટો મોબાઈલ સહિતના ધંધાની એક મહિનો માઠી જેવી પરિસ્થિતી ઊભી થાય તો નવાઈ નથી

મોરબી સિરામિક ટાઇલ્સની ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં માલની માંગમાં તોતિંગ ઘટાડો છેલ્લા મહિનાઓમાં થયેલ છે જેથી કરીને મોરબી સિરામિક એસો. દ્વારા સંયુક્ત રીતે મિટિંગ કરીને સભ્યોની સહમતી સાથે તા. ૧૦ ઓગસ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી એક મહિનો તમામ સિરામિક કારખાનામાં મલનું પ્રોડકશન બંધ રાખવા માટેનો નિર્ણય કર્યો હતો અને ૧૫ તારીખથી સિરામિકના કારખાનાઓમાંથી માલનું લોડીંગ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેથી કરીને મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા પણ તેના ૬૦૦ સભ્યોને સાથે મિટિંગ કરીને સર્વાનુમતે આગામી તા. ૧૫ થી એક મહિના સુધી ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે જેથી કરીને આજથીમોરબીની આસપાસમાં આવેલ સિરામિક કારખાનામાં માલની સપ્લાઈ કરવા માટે સતત દોડતા ૫૦૦૦ કરતાં વધુ ટ્રકના પૈડાં થંભી જશે જેથી કરીને મોરબીમાં ટ્રાફિકથી સતત ધમધમતો હાઇવે સહિતના રસ્તા હવે એક મહિના સુધી સૂમસામ બની જશે અને જો અન્ય ધંધાની વાત કરીએ તો મોરબીમાં દૈનિક માલની હેરફેરી કરવા માટે મોટી સંખ્યામાં વાહનો દોડતા હોય છે જેથી કરીને મોરબીમાં દૂધ થી લઈને દારૂ સુધીના ધંધા ધમધમતા હોય છે જો કે, એક મહિનો સુધી સિરામિક અને ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બંધ હોવાથી આ ધંધાની પણ માઠી જેવી પરિસ્થિતી જોવા મળશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી






Latest News