મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં લોડર નીચે કચડીને નિંદ્રાધીન મહિલાનું મોત નિપજાવનાર વાહન ચાલકની ધરપકડ


SHARE







મોરબીમાં લોડર નીચે કચડીને નિંદ્રાધીન મહિલાનું મોત નિપજાવનાર વાહન ચાલકની ધરપકડ

મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ રવાપર નદી ગામ પાસે આવેલ એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ નામના કારખાનાની અંદર થોડા દિવસો પહેલા ગોઝારો અકસ્માત બન્યો હતો. જેમાં લોડર ચાલકે બે નિંદ્રાધીન મહિલાઓને હડફેટે લીધી હતી જે પૈકી એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું અને તેની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસે લોડરના ચાલકની ધરપકડ કરેલ છે

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઈવે ઉપર રવાપર (નદી) ગામની સીમમાં એક્સ્પર્ટ પાર્ટીકલ બોર્ડ નામના કારખાનામાં થોડા દિવસો પહેલા અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં લોડર ચાલકે બેદરકારી પૂર્વક તેનું વાહન ચલાવ્યું હતું અને નિંદ્રાધીન ભુરીબેન દીપકભાઈ પારઘી (૨૨) અને રાધિકાબેન પથુભાઈ મોહિની (૨૧)ને હડફેટે લીધા હતા જે પૈકીનાં ભુરીબેન દીપકભાઈ પારઘીનું વાહન નીચે કચડાઈ જવાથી મોત નીપજયું હતું જેથી કરીને મૃતક મહિલાના પતિ દીપકભાઈ માંગીલાલ પારઘી (ઉમર 30)ની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં મોરબી તાલુકા પીએસઆઈ જેઠવા અને ફિરોઝભાઈ સુમરા દ્વારા આરોપી લોડર ચાલક સંતોષભાઈ સોહનભાઈ મિનારે જાતે ભીલ (૨૩) હાલ રહે. રવાપર નદી એકસપાર્ટ પાર્ટીકલ બોર્ડ મૂળ એમપી વાળાની ની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ગળાફાંસો ખાઈ જતા યુવાન સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતા વિજય દોલુભાઈ અગેચાણીયા નામના ૩૦ વર્ષીય યુવાને તેના ગળેફાંસો ખાઈ લેતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યુ હતુ કે પત્ની પોતાના બે સંતાનોને લઈને સાતમ-આઠમ કરવા પીયર જતી રહેતા એકલવાયું લાગતા તેણે ઉપરોકત પગલું ભરી લીધું હતું..!




Latest News