મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ઊંચા વ્યાજે રૂપિયા આપનાર આઠમો વ્યાજખોર ઝડપાયો: બેની શોધખોળ


SHARE







મોરબીમાં ઊંચા વ્યાજે રૂપિયા આપનાર આઠમો વ્યાજખોર ઝડપાયો: બેની શોધખોળ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે રહેતા યુવાને વ્યાજકોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી તેને સારવાર માટે ખસેડાયો હતો અને ત્યાર બાદ તેણે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૧૦ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે સનરાઈઝ એપાર્ટમેન્ટના બ્લોક નં.૧૦૧ માં રહેતા અતુલભાઇ ડાયાભાઈ પટેલ (૩૩) એ થોડા દિવસો પહેલા વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ તેને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૧૦ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી છે કે, તેને આરોપીઓ પાસેથી ૫.૩૬ લાખ રૂપિયા વ્યાજે લીધેલા હતા અને તેને આરોપીઓને મૂડી તેમજ વ્યાજ ચૂકવી આપ્યું હોવા છતાં પણ આરોપીઓ દ્વારા અવારનવાર ગાળો બોલીને મુદલ અને વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી તેને ગુડ નાઈટનું લિક્વિડ પી લીધું હતું અને સારવાર લીધા બાદ યુવાને જે તે સમયે જીગાભાઈ ઉર્ફે જીગો, રમેશભાઈ બોરીચા, વરૂણભાઇ બોરીચા, રાહુલભાઈ, રવિભાઈ ડાંગર, ડીબીભાઈ રબારી, રાજેશભાઈ બોરીચા, ભોલુભાઈ, સિધ્ધરાજસિંહ ગોહિલ અને કાનો નામના શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ સાત આરોપીને પકડ્યા હતા અને હાલમાં મોરબી સીટી એ ડિવિઝનના પીએસઆઇ એમ.પી. સોનારા દ્વારા આ ગુનામાં ઊંચા વ્યાજે નાણા આપીને યુવાનને મરવા મજબૂર કરનાર મયુર ઉર્ફે ડીડી દિલીપ કલોત્રા જાતે રબારી (૨૪) રહે.રબારીવાસ જેલ રોડ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી. અને વધુ બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે




Latest News