મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીવાસીઓ એ કાળા દિવસને હજુ ભૂલ્યા નથી: હોનારતના દિવંગતોની યાદમાં મંત્રીની હાજરીમાં મૌન રેલી યોજાઇ


SHARE







મોરબીવાસીઓ એ કાળા દિવસને હજુ ભૂલ્યા નથી: હોનારતના દિવંગતોની યાદમાં મંત્રીની હાજરીમાં મૌન રેલી યોજાઇ

મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને આજે ૪૩ વર્ષ પુરા થઇ ગયા છે જો કે, ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્યા નથી તે ઘટનાને મોરબીવાસીઓ કદી ન ભૂલી શકે તે નક્કી છે અને ૪૩ વર્ષ વીતી ગયા હોવા છત પણ હોનારતની તારીખ આવતા જૂની યાદો લોકોને તાજી થઇ જવાથી અનેક આંખોમાં ફરી પાછું હોનારત આવે છે ત્યારે જે મૌન રેલીમાં રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

૧૧મી ઓગસ્ટના દિવસને મોરબીના રહેવાસીઓ ક્યારે પણ ભૂલી શકે તેમ નથી કેમ કે, આ દિવસે આજથી ૪૩ વર્ષ પહેલા મોરબી નજીકનો મચ્છુ-૨ ડેમ તુટ્યો હતો અને મોરબી ભારતના નકશામાંથી હતું ન હતું થઇ ગયું હતું જે તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજાઓ હોવાથી મોરબીની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારો પોતાના વતનમાં કે ગામડે જતા રહ્યા હતા અને ૧૧મી તારીખ પહેલાના દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-૨ ડેમ છલોછલ ભરેલો હતો તેવા સમયે એક એક ડેમનો માટીનો પાળો તૂટવાથી સર્જાઈ હતી જળપ્રલયની ભયાનક ઘટના જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જય છે

જો કે, મોરબીના જળ હોનારતમાં માનવ મૃત્યુનો સાચો આંકડો તો આજની તારીખે બહાર આવ્યો નથી અને મચ્છુ ડેમમાંથી નીકળેલ પાણી મોરબી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યું હોવાથી હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટયા હતા આટલું જ નહિ ગાય, ભેસ સહિતના દુધાળા પશુઓ ઉપરાંત અન્ય હજારો અબોલ જીવના પણ પાણીમાં તણાઈ જવાથી મોત નીપજતા શેરી ગલ્લીઓ તો ઠીક વીજપોલ ઉપર, મકાનની છત ઉપર, વૃક્ષની ડાળીઓ ઉપર જ્યાં નજર કરો ત્યાં લટકતી લાશો જ જોવા મળતી હતી દર વર્ષે મોરબી મોતના તાંડવ એટલે કે હોનારતના કાળા દિવસને યાદ કરે છે કેમ કે ક્ષણવારમાં આવેલા હોનારતના પાણી ભલે ઓસરી ગયા હોય પરંતુ આજે ૪૩ વર્ષ પછી પણ નગરજનોના હૃદયમાં કોતરાયેલા ઘાવ હજુ પણ રૂઝાયા નથી

આ વર્ષે પાલિકા દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતિભાઈ ભાડેશિયા, જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વસાદડીયા, ભાવેશભાઈ કાંઝરિયા, રિશિપભાઇ કૈલા, પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, પાલિકાના ચેરમેનો તેમજ ચૂંટાયેલા સભ્યો અને કર્મચારી તેમજ પ્રદીપભાઇ વાળા, જયોતિસિંહ જાડેજા, કે.કે.પરમાર, કે.ડી. પડ્સુંબિયા, એલ.એમ.કંઝારીયા, વસંતભાઇ ગોરીયા, પંકજભાઈ રાણસરિયા, સંજયભાઈ ભટાસણા, પરેશભાઈ પરિયા સહિતના હાજર રહ્યા હતા






Latest News