મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના લૂંટાવદર પાસે બાઇક આડે રોજડું ઉતરતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં


SHARE







મોરબીના લૂંટાવદર પાસે બાઇક આડે રોજડું ઉતરતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલું લૂંટાવદર ગામના પાટીયા પાસેથી બાઈક લઈને બે યુવાન જઇ રહ્યા હતા ત્યારે તેના બાઈક આડે રોજડું ઉતર્યું હતું જેથી કરીને બાઇક તેની સાથે અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બંને યુવાનોને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના લુટાવદર ગામના પાટીયા પાસેથી બાઈક લઈને ચિરાગભાઈ દામજીભાઈ મારવાણીયા (૩૧) અને હિતેશભાઈ મહાદેવભાઇ મારવાણીયા (૨૦) પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે રોજડુ ઉતર્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને ચિરાગભાઈ તથા હિતેશભાઈને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બાઈક સ્લીપ

ધ્રાંગધ્રાના હળવદ રોડ ઉપર આવેલ મારુતિનંદન ભગવતીધામ સોસાયટીમાં રહેતા રમીલાબેન આત્મારામભાઈ પટેલ (ઉંમર ૬૫) જડેશ્વર મંદિરે જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઇજા થતા વૃદ્ધાને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની પોલીસની જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં રહેતા રુદ્રસિંહ ઝાલા (ઉંમર ૨૫) ને મારામારીના બનાવવામાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ કરવામાં આવે છે જેથી આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ રામદેવપીરના ઢોરા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં આરતીબેન પ્રભુભાઈ (ઉંમર ૨૯) ને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને મારામારીના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ રણુજાનગરમાં રહેતા મંગુબેન સુનિલભાઈ રંગપરીયા (ઉંમર ૪૫) ને મારામારીમાં ઈજા થઈ હતી જેથી ગભરાઈ જઈને તેણે ફિનાઈલ પી લીધું હતું જેથી તેને મોરબીમાં પ્રાથમિક સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટમાં આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News