મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે રાહદારી યુવાનને રિક્ષા ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ સારવારમાં


SHARE







મોરબીના રફાળેશ્વર પાસે રાહદારી યુવાનને રિક્ષા ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ સારવારમાં

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસી પાસેથી પગપાળા જઈ રહેલા યુવાનને રિક્ષા ચાલકે અડફેટ લીધો હતો જેથી કરીને તે યુવાનને છાતીના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે આ યુવાનને રાજકોટ લઈને ગયા છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર જીઆઇડીસી પાસે પગપાળા ચાલીને ધનજીભાઈ દેવજીભાઈ પરમાર (ઉંમર ૩૪) રહે. પ્રેમજીનગર મકનસર વાળા જતા હતા ત્યારે તેઓને રીક્ષા ચાલકે અડફેટે લીધા હતા જેથી કરીને ધનજીભાઈ પરમારને છાતીના ભાગે ગંભીર થયો હોવાથી તેને પ્રાથમિક સારવાર મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આપવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવેલ છે હાલમાં અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલા ખીરઈ ગામ પાસે વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં વિદરકા ગામે રહેતા નાસીરભાઈ સલીમભાઈ જેડા અને લાલદાસભાઇ મનસુખભાઈ વૈષ્ણવને ઇજાઓ થઈ હતી જેથી તેને મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી પોલીસ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાહન અકસ્માત

માળીયા હળવદ હાઇવે ઉપર આવતા અણીયારી ટોલના પાસે વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં ભુજના ધાણેરીના રહેવાસી પ્રદીપભાઈ ગણપતભાઈ નીનામા (ઉંમર ૨૩) ને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી પોલીસ દ્વારા માળિયા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

ભચાઉના આંબરડી ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઈરફાનભાઇ હુસેનભાઇ ખલીફા, ઓસમાણભાઈ હુસેનભાઇ મિયાણા, હનીફભાઈ ઉમરહુસેનભાઇ, અસલમભાઈ અને ગુલામમામદ અલીમામદને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે બાઈક અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા થવાથી મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા દીપકભાઈ મુકેશભાઈ કંડારિયા (ઉંમર ૩૦)ને ઈજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવની બી ડીબીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News