મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ઢુવા રેલ્વે સ્ટેશન પાસે ભાડાના મકાનમાં યુવાને કર્યો આપઘાત


SHARE







વાંકાનેર નજીક ઢુવા રેલ્વે સ્ટેશન પાસે ભાડાના મકાનમાં યુવાને કર્યો આપઘાત

વાંકાનેર તાલુકામાં ઢુવા રેલ્વે સ્ટેશન પાસે ભાડાના મકાનમાં રહેતો યુવાન કોઈ કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવવી નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી પ્રમાણે વાંકાનેર તાલુકાની હદમાં આવતા ઢુવા રેલવે સ્ટેશન પાસે ભાડાના મકાનમાં રહેતા નરેશ વિભાભાઈ ઉઘરેજીયા (ઉમર ૩૨) એ કોઈ કારણોસર પોતાના મકાનની અંદર ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમમાં ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જો કે, યુવાને ક્યાં કારણોસર આપઘાત કરી લીધો છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

યુવાનનું મોત

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા કાંતિભાઈ મૂળજીભાઈ પરમાર (ઉંમર ૪૦) નું બીમારી સબબ મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News