મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ભુચરમોરીના મેદાનમાં યોજાનાર ઐતિહાસિક તલવાર રાસમાં મોરબી જિલ્લાના ૫૦૦ થી વધુ યુવાનો જોડાશે


SHARE







ભુચરમોરીના મેદાનમાં યોજાનાર ઐતિહાસિક તલવાર રાસમાં મોરબી જિલ્લાના ૫૦૦ થી વધુ યુવાનો જોડાશે

અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા આગામી સાતમના દિવસે ભુચરમોરીના મેદાનમાં તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતમાંથી ૫૦૦૦ જેટલા રાજપૂત યુવાનો જોડાવના છે તેની પ્રેક્ટિસ માટે કોરિયોગ્રાફર મોરબી આવ્યા હતા અને મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે આવેલ માઁ ગરબી ના મેદાનમાં રાજપૂત સમાજના ૫૦૦ જેટલા ભાઇઓને તલવાર રાસની તાલીમ આપવામાં આવી હતી

વર્ષ ૨૦૧૮ માં ભુચરમોરીના મેદાનમાં રાજપૂતાણીઓ દ્વારા ઐતિહાસિક તલવાર રસ રજૂ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આ વર્ષ અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા આગામી સાતમના દિવસે ભુચરમોરીના મેદાનમાં રાજપૂત યુવાનોના તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકી સાથે ગુજરાતના જુદાજુદા જિલ્લાઓમાંથી આવેલા ૫૦૦૦ જેટલા યુવાનો તલવાર રસ રજૂ કરીને ભુચરમોરીના મેદાનમાં શાહિદ થયેલા શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરશે અને આ ઐતિહાસિક તલવાર રસની તાલીમ કોરિયોગ્રાફર જે.સી જાડેજા અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રદેશમંત્રી જયદેવસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવી રહી છે જેના ભાગરૂપ મોરબીમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું

આગામી સાતમના દિવસે ભુચરમોરી ખાતે યોજાનાર ઐતિહાસીક તલવાર રાસમાં મોરબી જીલ્લામાંથી કુલ મળીને ૫૦૦ થી વધુ ભાઇઓ જોડાવાની છે તેને તાલીમ આપવામાં આવી હતી આ તકે મોરબી જિલ્લા રાજપૂત  સમાજના આગેવાનો તેમજ અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘના પ્રમુખ નિરૂભા ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા, મહાવીરસિંહ જાડેજા, જિલ્લા કરણી સેનાના પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા, મોરબી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપના માજી મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા, રાજવીરસિંહ સરવૈયા તેમજ અખિલ ગુજરાત રાજપુત મહિલા સંઘના જયશ્રીબા જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી રાજપૂત સમાજના ભાઈઓ દ્વારા તલવાર રાસ રજુ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવે તેવી સહુ કોઈએ શુભકમના પાઠવી હતી 




Latest News