મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની કડિયા બોર્ડિંગમાં આવેલ ઓફિસમાંથી દારૂની પાંચ બોટલ સાથે બે શખ્સ નશો કરેલ હાલતમાં ઝડપાયા


SHARE







મોરબીની કડિયા બોર્ડિંગમાં આવેલ ઓફિસમાંથી દારૂની પાંચ બોટલ સાથે બે શખ્સ નશો કરેલ હાલતમાં ઝડપાયા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસે કડિયા બોર્ડિંગમાં આવેલ ઓફિસમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની મોંઘી દાટ પાંચ બોટલો સાથે બે શખ્સ નશો કરેલ હાલતમાં ઓફિસમાંથી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨૬૮૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરીને બંને શખ્સની સામે જુદાજુદા ગુના નોંધીને આગળની કાર્યવાહી કરી છે અને આ શખ્સો પાસે દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ કડિયા બોર્ડિંગમાં રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં દારૂની બોટલ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા ઓફિસમાંથી જુદી જુદી બ્રાન્ડની મોંઘી દાટ પાંચ દારૂની બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૬૮૦ રૂપિયાના મુદ્દામાલ સાથે કુલદીપસિંહ વિભાજી ઉર્ફે પ્રદ્યુમનસિંહ જાડેજા (ઉંમર ૩૨) રહે. વિદ્યુતનગર શેરી નં-૨ અને નિલેશભાઈ ધનજીભાઈ કુંડારીયા (ઉંમર ૩૮) રહે. ક્રાંતિજ્યોત સી-૩, ફ્લેટ નં-૨૦૧ મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરી હતી અને આ બંને શખ્સો નશો કરેલ હાલતમાં મળી આવ્યા હતા જેથી પોલીસે તેનો અલગ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ આ શખ્સો પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કોની પાસેથી લાવ્યા હતા તે દિશામાં તપાસ ચાલુ છે






Latest News