મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાંજાનું નેટવર્ક ચલાવતી મહિલા સહિતના પાંચેય આરોપીઓના રિમાન્ડ મંજૂર


SHARE







વાંકાનેરમાં ગાંજાનું નેટવર્ક ચલાવતી મહિલા સહિતના પાંચેય આરોપીઓના રિમાન્ડ મંજૂર

મોરબી એસઓજીની ટીમ દ્વારા  લક્ષ્મીપરામાં રહેતી મહિલા સહિત બે આરોપીની ૧૦ કિલો ગાંજા સહિત કુલ મળીને ૧.૧૮ લાખનો મુદામાલ સાથે ધરપકડ કરી હતી ત્યાર બાદ આ ગુનામાં વધુ ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા જેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેથી કરીને કોર્ટે આ આરોપીઓના આગામી તા ૮ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે

વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં ગાંજાની રેડ કરી હતી ત્યારે પોલીસે ૧૦ કિલો ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો અને પહેલા જુબેદાબેન ઉર્ફે જુબીબેન હનીફભાઇ માડકીયા અને ગુલાબનબી ઉર્ફે લાલો નુરમામદભાઇ ઉર્ફે નુરાભાઇ મકવાણાની ધરપકડ કરી હતી અને પોલીસે તેની પાસેથી ૧,૧૮,૨૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો ત્યાર બાદ તેની પૂછપરછમાં પોલીસે અલીમામદભાઇ હનીફભાઇ માડકીયા, ઇરફાન નુરમામદ મકવાણા અને નુરમામદ હાજીભાઇ મકવાણાની ધરપકડ કરી હતી અને મહિલા સહિતના પાંચેય આરોપીઓને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે પાંચેય આરોપીઓના આગામી તા ૮ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી કરીને વાંકાનેર શહેર અને તાલુકામાં શાકભાજીની સાથે વહેલી સવારે ગાંજાનું વેચાણ કરવાના ગોરખધંધામાં બીજા કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ કરશે અને માલ કયાથી અને કેવી રીતે આવતો હતો તે દિશામાં પણ પોલીસ તપાસ કરશે 




Latest News