મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ-મહામંત્રી દિનેશભાઇ સહિતની ટીમની બિન હરીફ વરણી


SHARE











મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ-મહામંત્રી દિનેશભાઇ સહિતની ટીમની બિન હરીફ વરણી

તાજેતરમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની મિટિંગ હળવદ તાલુકાનાં રાણેક્પર ગામે રાખવામા આવી હતી અને જિલ્લા સંઘના હોદેદારોની ટર્મ પૂરી થયેલ હોવાથી કોઈને ઉમેદવારી કરવી હોય તો કરી શકે તેમ જાહેર કરવામાં આવ્યું હતુ જો કે, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના વર્તમાન પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા અને મહામંત્રી દિનેશભાઇ હુંબલની આગેવાનીમાં જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં વિશ્વાસ દર્શાવીને કોઈએ પણ પ્રમુખ સહિતના હોદા માટે ઉમેદવારી કરી ન હતી જેથી કરીને પ્રમુખ, મહામંત્રી  સહિતના તમામ હોદેદારો બિન હરીફ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે જિલ્લાના મહામંત્રી મહામંત્રી દિનેશભાઇ હુંબલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતુ કે, મોરબી જિલમાં તાલુકા શાળાના પ્રતિનિધિ તેમજ ઘટક સંઘના પ્રમુખ અને મહામંત્રી સહિતની ટીમે પહેલા જ બિન હરીફ જાહેર કરવામાં આવી હતી અને ત્યાર બાદ જિલ્લાની ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેને ધ્યાને રાખીને મોરબી જિલ્લાના શિક્ષકો અને ૧૦૮ મહાસમીતીનાં પ્રતિનિધિઓએ સમગ્ર ટીમને બિન હરીફ બનાવી છે જેથી કરીને તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને પહેલી વખતે જે જવાબદારી નિષ્પક્ષ નિભાવી હતી તેનાથી બમણા જોશ, ઉત્સાહ અને ઉમંગથી શિક્ષકોના હિતમાં કામગીરી કરવાની સમગ્ર ટીમ વતી તેઓએ ખાતરી આપી હતી






Latest News