મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા પાસે નવોઢાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











મોરબીના જાંબુડીયા પાસે નવોઢાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબી નજીકના જાંબુડીયા ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા યુવાનની પત્નીએ પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને ગયા હતા અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ રોલેક્સ સિરામિક નામના કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા હેમરાજભાઈ તેરૂભાઈ ઠાકોર જાતે ભીલના પત્ની પૂજાબેન હેમરાજભાઈ ઠાકોર (ઉંમર ૧૮) એ પોતાના કવાર્ટરની અંદર ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવની તપાસ કરી રહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ એમ.આર. ગામેતી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મહિલાના લગ્ન ચાર મહિના પહેલા જ થાય હતા અને મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં હાલમાં તપાસ ચાલી રહી છે

જુગારી પકડાયા

માળિયા તાલુકાના ખાખરેચી ગામે પાણીના ટાંકા પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે પ્રવીણભાઈ વિઠ્ઠલભાઈ દેગામા (ઉંમર ૩૫), કૈલાશભાઈ બાબુભાઈ કોળી (ઉમર ૩૪), સોંડાભાઈ દેવશીભાઈ દેલવાડીયા (ઉંમર ૫૦) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૮૩૦ ની રોકડ કબજે કરી જુગાર હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

દેશી દારૂની ભઠ્ઠી

માળીયા તાલુકાના નવાગામ પાસે બાવળની જાળીમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૭૫ લીટર આથો, આઠ લીટર દેશી દારૂ સહિતનો મુદામાલ મળી આવ્યો હતો જેથી પોલીસે ૩૧૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને રાહુલભાઈ વિજયભાઈ હળવદિયા જાતે દેવીપુજક (૧૯) રહે. નવાગામ વાળાની ધરપકડ કરેલ છે

દેશી દારૂની ભઠ્ઠી

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં રમેશભાઈ ધીરુભાઈ બારૈયા જાતે કોળીની વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવતા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૪૦૮ લિટર આથો, ૫૦ લીટર તૈયાર દેશી દારૂ અને અન્ય સાધન સામગ્રી મળીને પોલીસે ૧૮૪૬ નો મુદ્દામાલ કબજે કરીને પોલીસે આરોપી રમેશભાઈ ધીરુભાઈ બારૈયા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરેલ છે






Latest News