મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી નજીક ધોળા દિવસે મની ટ્રાન્સફર પેઢીના કર્મચારી પાસેથી ૭.૨૪ લાખનું લૂંટ: ચાર શખ્સો હવામાં ઓગળી ગયા


SHARE







મોરબી નજીક ધોળા દિવસે મની ટ્રાન્સફર પેઢીના કર્મચારી પાસેથી ૭.૨૪ લાખનું લૂંટ: ચાર શખ્સો હવામાં ઓગળી ગયા

મોરબી-માળીયા હાઇવે ઉપર આવેલા બહાદુરગઢ નજીક લૂંટનો બનાવ બનેલ છે જેમાં મની ટ્રાન્સફરનું કામ કરતી પેઢીનો કર્મચારી રોકડા ૭.૨૪ લાખ રૂપિયા લઈને મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે ધોળે દિવસે બપોરના દોઢેક વાગ્યે બે બાઇક ઉપર આવેલ ચાર શખ્સો દ્વારા યુવાનને આંતરીને લૂંટ ચલાવવામાં આવી હતી જેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ લેવા માટે તેમજ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબી જીલ્લામાં ચોરી અને લૂંટ સહિતની ઘટનાઓ રોજીંદી બની ગયેલ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી તેવામાં મોરબી-માળીયા હાઇવે ઉપર રાપી પે નામે મની ટ્રાન્સફર પેઢીના કર્મચારી શૈલેષભાઈ વડસોલા રોકડા રૂપિયા ભરેલ થેલો લઈને મોરબી બાજુ આવી રહ્યો હતો ત્યારે બે બાઇક ઉપર આવેલા ચાર અજાણ્યા શખ્સો દ્વારા તેના બાઇકને ધક્કો મરવામાં આવ્યો હતો જેથી કરીને યુવાન નીચે પડી ગયો હતો ત્યારે તેની પાસે રહેલ રોકડા રૂપિયા ૭.૨૫ લાખ રૂપિયા ભરેલ થેલો લઈને બે બાઈકમાં આવેલા ચાર શખ્સો નાશી ગયા હતા જેથી કરીને તે યુવાને તેના ભાઈ અને પેઢીના સંચાલ્ક્ને આ બનાવની જાણ કરી હતી જેથી કરીને મોરબી તાલુકા પોલીસ તાત્કાલિક દોડતી થઈ હતી અને તાલુકા પીઆઇ સહિત એલસીબીની ટિમ ઘટના સ્થળે પહોચી હતી અને રાપી પે મની ટ્રાન્સફર પેઢીના શૈલેષભાઇ વડસોલાની પૂછપરછ કરીને લૂંટની ઘટનાના તાર મેળવીને લૂંટારુઓ સુધી પહોચવા માટે કવાયત કરવામાં આવી છે સાથોસાથ ભોગ બનેલા યુવાનની ફરિયાદ લેવા માટે પણ તજવીજ ચાલી રહી છે






Latest News