મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં માતાએ અભ્યાસ બાબતે ઠપકો દેતા પાડાપુલ ઉપરથી મચ્છુમાં ઝંપલાવીને યુવતીએ આયખુ ટુંકાવ્યુ


SHARE







મોરબીમાં માતાએ અભ્યાસ બાબતે ઠપકો દેતા પાડાપુલ ઉપરથી મચ્છુમાં ઝંપલાવીને યુવતીએ આયખુ ટુંકાવ્યુ

મોરબીના પાડાપુલ ઉપરથી નીચે કૂદીને યુવતીએ આપઘાત કર્યો હતો જેથી કરીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ, ફાયરની ટિમ અને ૧૦૮ ની ટીમ સ્થળ ઉપર પહોચી હતી અને તેણીના મૃતદેહને સિવિલે ખસેડવામાં આવેલ છે અને તરૂણીના વાલીને બનાવની જાણ કરવામાં આવી છે.

મોરબીના પાડાપુલ ઉપરથી યુવતીએ નીચે મચ્છુ કુદી હતી જેથી કરીને પાણીમાં ડૂબી જવાથી તેણીનું મોત નીપજયું હતું અને આ બનાવની પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી કરીને બંને ટીમ ત્યાં પહોચી હતી અને તરવૈયાઓ પાણીમાંથી તરૂણીની ડેડ બોડીને બહાર કાઢી હતી. સૂત્ર પાસેથી મળી રહેલી માહિતી મુજબ મૃતકનું નામ રીયાબેન દિનેશભાઈ ટેકચંદાણી જાતે સિંધી (ઉમર ૧૮) રહે.મારૂતીનગર સોસાયટી, સેંટમેરી સ્કુલની સામે નવલખી રોડ મોરબી હોવાનું સામે આવી રહ્યું છે જેથી કરીને તેના પરિવારને જાણ કરવામાં આવી છે.સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પૂછપરછ હાથ ધરવામાં આવતા ખુલ્યું હતું કે મૃતક અભ્યાસ કરતી હોય અને અભ્યાસ બાબતે તેણીની માતાએ સામાન્ય ઠપકો આપ્યો હતો તે બાબતનું મનમાં લાગી આવતા રિયાબેને અંતિમ પગલું ભરી લીધું હતું..!




Latest News